knowledge : શું તમે જાણો છો કે ટ્રેનમાં 9 પ્રકારના હોય છે હોર્ન? દરેક અવાજનો અલગ છે અર્થ
News18 Gujarati Updated: May 20, 2022, 11:20 PM IST
અલગ-અલગ સ્થિતિમાં વગાડવામાં આવે છે અલગ અવાજ
આજ સુધી તમે ઘણી વાર ટ્રેન (Train)ના હોર્ન (Horns) સાંભળ્યા હશે. પણ આગલી વખતે તેમનો અવાજ ધ્યાનથી સાંભળજો. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેનોમાં 9 પ્રકારના હોર્ન (Meaning of trains 9 horns) હોય છે. દરેક હોર્નનો અલગ અર્થ હોય છે.
ભારતમાં ટ્રેનમાં મુસાફરી (Train Journey) કરવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તે બસ કરતાં વધુ અનુકૂળ અને પ્લેન (Plane) કરતાં સસ્તું છે. ભારતમાં ટ્રેન નેટવર્ક દૂરના વિસ્તારોમાં ફેલાયેલું છે. આવી સ્થિતિમાં, લોકો આમાંથી સૌથી વધુ મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે ઘણી વાર ટ્રેનના હોર્ન સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે હોર્ન સાંભળો છો તે એક જ પ્રકારનો નથી? ટ્રેનોમાં કુલ 9 પ્રકારના હોર્ન (9 types of horn) હોય છે. બધા હોર્ન અલગ અલગ અર્થ ધરાવે છે. ચાલો તમને આ 9 પ્રકારના હોર્ન વિશે જણાવીએ. આ સાથે આ બધા હોર્નનો અર્થ પણ તમને સમજાવે છે.
1 શોર્ટ હોર્ન- આ હોર્નનો અર્થ છે કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને હવે તેને સાફ કરવાનો સમય આવી ગયો છે.
2 શોર્ટ હોર્ન- આનો અર્થ છે કે ટ્રેન હવે દોડવા માટે તૈયાર છે.
3 શોર્ટ હોર્ન- તેનો અર્થ એ છે કે ટ્રેનના લોકોપાયલોટે એન્જિન પરથી નિયંત્રણ ગુમાવ્યું છે અને હવે ગાર્ડે વેક્યૂમ બ્રેક વડે ટ્રેનને રોકવી પડશે.
4 શોર્ટ હોર્ન- આ હોર્નનો અર્થ છે કે ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે અને હવે ટ્રેન આગળ નહીં વધે.
6 શોર્ટ હોર્ન- જ્યારે લોકપાયલોટને કોઈ ખતરો લાગે છે ત્યારે તે આ પ્રકારના હોર્ન વગાડે છે.
આ પણ વાંચો: કયા Fruitને સૂકવવા માટે થાય છે Helicopterનો ઉપયોગ
2 નાના અને 1 મોટા હોર્ન- આ પ્રકારના હોર્ન બે કારણોસર વગાડવામાં આવે છે. સૌ પ્રથમ, જ્યારે કોઈ વ્યક્તિ ટ્રેનની સાંકળ ખેંચે છે અથવા જ્યારે ગાર્ડ વેક્યુમ પ્રેશર બ્રેક લાગુ કરે છે.
હોર્ન ખૂબ લાંબો વગાડવો - જો ટ્રેન સતત હોર્ન વગાડે છે, તો તેનો અર્થ એ કે તે પ્લેટફોર્મ પર અટકશે નહીં.
વચ્ચે-વચ્ચે બે વાર હોર્ન વગાડે છે - જ્યારે ટ્રેન રેલવે ક્રોસિંગ પાસે આવે છે, ત્યારે ટ્રેન આ રીતે વચ્ચે-વચ્ચે બે વાર હોર્ન વગાડે છે. તેનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ રેલવે ટ્રેકની નજીક આવી શકે નહીં.
આ પણ વાંચો: આખરે મોલ-એરપોર્ટમાં ટોયલેટના દરવાજા કેમ હોય છે આટલા ઉંચા
બે લાંબા અને એક ટૂંકા હોર્ન - જ્યારે ટ્રેન તેનો ટ્રેક બદલે છે, ત્યારે આવા હોર્ન વાગે છે.
Published by:
Riya Upadhay
First published:
May 20, 2022, 11:18 PM IST