આ ગામમાં ભાઈ-બહેનની સાથે કરે છે લગ્ન, જો વિરોધ કરવામાં આવે તો ફટકારાય છે દંડ
News18 Gujarati Updated: November 17, 2020, 9:00 PM IST
પ્રતિકાત્મક તસવીર
આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે.
દુનિયાના દરેક દેશમાં લગ્નની પરંપરાઓ એકબીજાથી હંમેશા અલગ હોય છે. દરેક જગ્યાએ એક વસ્તુ છે જે કોમન હોય છે સંગીત, ધમાલ મસ્તી અને વરરાજા જાન લઈને આવે અને પોતાની દુલ્હનને લઈ જાય . પરંતુ આપણે જે લગ્નની આજે વાત કરવાના છે તે સાંભળીને તમે હેરાન થઈ જશો.
છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાં ધુરવા જનજાનિતાના લોકોમાં લોહીના સંબંધ માનવામાં આવતા નથી. જેને કારણે આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પોતાના પુત્રનો સંબંધ નક્કી કરે છે. લગ્ન માટે ફક્ત ઘરના લોકોની જ મરજી પૂછવામાં આવે છે. આ લગ્ન સંબંધને લઇને આપત્તિ વ્યક્ત કરવા પર દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આપણને અજીબ લાગતી માન્યતાનું પાલન કરવામાં આવે છે.
કરૂણ ઘટના: પોલીસ અધિકારીને દીકરાના લગ્ન માટે રજા ન મળી, પહેલા ખુબ રડ્યા, આઘાતમાં મોત!
ભાઇ –બહેનથી લગ્ન સિવાય આ ગામના લોકો અન્ય એક અજીબ પરંપરાનું પણ પાલન કરે છે. જેમાં વર-વધૂ લગ્ન માટે અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને ફેરા લે છે. અંહી કોઇપણ પ્રસંગ દરમિયાન પાણી અને વૃક્ષની પૂજા કરવામાં આવે છે. તે સિવાય વર-વધૂ જ્યારે લગ્નના ફેરા લે છે ત્યારે આખા ગામના લોકો આ લગ્નમાં સામેલ થાય છે. બદલાતા સમયની સાથે છોકરાના લગ્ન હવે 21 વર્ષ અને છોકરીઓના લગ્ન 18 વર્ષે કરી રહ્યાં છે.
ભિખારી ઠંડીમાં કંપી રહ્યો હતો, DSPએ નજીક જઈ જોયું તો મળ્યો પોતાની બેચનો અધિકારી
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક રીત-રિવાજ, સ્થળ, વસ્તુઓ જે રહસ્યમય છે. પ્રથમ વખત સાંભળતા વિશ્વાસ પણ ન આવે એવા સમાચાર અનેક વકત સામે આવતા હોય છે. પરંતુ, આ હકીકત હોય છે. ભારત વિવિધ-વિવિધ પ્રદેશ, વિવિધ પ્રજાતીઓ અને વિવિધ સંસ્કૃતિ, પ્રકૃતિથી ભરેલો છે. અહીં અનેક પ્રકારની અજબ-ગજબ ઘટનાઓ અને રહસ્યો છુપાયેલા છે. કેટલાક રહસ્યો તો એવા છે, જેનો જવાબ વૈજ્ઞાનિકો પાસે પણ નથી.
Published by:
kiran mehta
First published:
November 17, 2020, 9:00 PM IST