આંધ્રપ્રદેશઃ આંધ્ર પ્રદેશની (Andhra Pradesh) પૂર્વી ગોદાવરી જિલ્લામાં એક અજબ-ગજબ કિસ્સો (OMG story) સામે આવ્યો છે. જ્યાં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસેલા ચોરનું કારનામુ જાણઈને તમને નવાઈની સાથે પેટ પકડીને હસવા લાગશો. ઘરમાં ચોરી કરવા માટે ચોર ઘૂસ્યો હતો પરંતુ તેણે જે કર્યું તેનાથી બધાના હોશ ઉડી ગયા હતા.
આ મામલો ગોદાવરી જિલ્લાના ગોકવાર ગામનો છે. જ્યાં 21 વર્ષીય સૂરી બાબૂ અહીં રહેનારા વેંકેટ રેડ્ડીના ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાલ્યો હતો. સત્તી વેન્કેટ રેડ્ડી એક પેટ્રોલ પંપના માલિક છે. એટલા માટે ચોર મોટી રકમ ચોરી કરવાની મંશાથી તેમના ઘરમાં ઘૂસ્યો હતો.
ચોર ઘરે પરત ફરવાની નિયતથી અંદર ઘૂસ્યો હતો પરંતુ એર કન્ડિશનરની ઠંડી હવાની સામે ઊંઘ હારી ગઈ અને તે સુઈ ગયો હતો. જ્યારે તેની આંખ ખુલી તો તેણે પોતાને પોલીસની કસ્ટડીમાં મેળવ્યો હતો. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને ચોર ફેસમાસ્ક લગાવીને ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો.
આરોપીએ સૂરીને જણાવ્યું કે કેટલાક દિવસથી તે ઘરના માલિકની દિનચર્ચા ઉપર નજર રાખતો હતો. જેના કારણે તે નિશ્વિત હતો કે તે ક્યારેય નહીં પડાય. યોજના પ્રમાણે સૂરી 12 સપ્ટેમ્બરે સવારે ચાર વાગ્યે ઘરમાં દાખલ થયો હતો અને ઘરના માલિક સત્તી વેન્કેટ રેડ્ડીના રૂમમાં ઘૂસ્યો હતો. આ સમયે તે ગાઢ નિદ્રામાં હતો.
આરોપીએ સૂરી બાબૂએ જણાવ્યું કે તે આખા દિવસનો થાકેલો હતો જ્યારે તેને અચાનક રૂમમાં એસીની ઠંડી હવા અનુભવવા લાગ્યો તો તેને જોર ઊંઘ આવી હતી. ત્યારબાદ તેણે ઘરના માલિક રેડ્ડીના પલંગ નીચે જ થોડીવાર આરામ કરવાનું નક્કી કર્યું હતું. જોત જોતામાં ચોર નસકોરા બોલાવવા લાગ્યો હતો. તેના નસકોરા સાંભળીને માલિકની ઊંઘ ખુલી ગઈ હતી.
ત્યારબાદ રેડ્ડીએ ચોરને અંદર જ બંધ કરી દીધો અને પોલીસને ફોન કરીને બોલાવી હતી. સવારે સાડા સાત વાગ્યે પોલીસે ઘરે આવીને સૂરી બાબૂને ઉઠાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.