ક્યારે જોઇ છે 26 હજારની ડોલ? જાણો Amazon કેમ વેચી રહ્યુ છે આટલી મોંઘી Bucket

News18 Gujarati
Updated: May 25, 2022, 11:55 AM IST
ક્યારે જોઇ છે 26 હજારની ડોલ? જાણો Amazon કેમ વેચી રહ્યુ છે આટલી મોંઘી Bucket
Amazon selling plastic bucket for Rs 26k

આ ડોલ કોઈ સામાન્ય ડોલ નથી. ભલે તે બજારમાં ઉપલબ્ધ 250-300 રૂપિયાની ડોલ જેવી દેખાતી હોય, પરંતુ એમેઝોને તેની કિંમત હજારોમાં રાખી છે. સ્વદેશી લોકો એક જ વાત પચાવી શકતા નથી કે આખરે એમેઝોન શા માટે 26 હજાર રૂપિયામાં સામાન્ય લાલ ડોલ વેચી રહ્યુ છે?

  • Share this:
તમે ફેશન અને ટ્રેન્ડના નામે લક્ઝરી બ્રાન્ડ્સની લૂંટ તો જોઈ જ હશે. ક્યારેક ફાટેલું સ્વેટર લાખોમાં વેચાય છે  તો ક્યારેક કોઇ જૂતા. હવે ફેશન એસેસરીઝ સિવાય એમેઝોન જેવી ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પણ લોકોને લૂંટી રહી છે. તાજેતરમાં આ સાઈટ પર વેચાતી લાલ પ્લાસ્ટિકની ડોલ (Red Plastic Bucket Worth 26000 Rupees) ચર્ચામાં છે. આનું કારણ અમે તમને જણાવીએ.

વાસ્તવમાં આ ડોલ કોઈ સામાન્ય ડોલ નથી. ભલે તે બજારમાં ઉપલબ્ધ 250-300 રૂપિયાની ડોલ જેવી દેખાતી હોય, પરંતુ એમેઝોને તેની કિંમત હજારોમાં રાખી છે. સ્વદેશી લોકો એક જ વાત પચાવી શકતા નથી કે આખરે એમેઝોન શા માટે 26 હજાર રૂપિયામાં સામાન્ય લાલ ડોલ વેચી રહ્યુ છે?

આ પણ વાંચો -OMG! કોચિંગમાં સાથે ભણતા હતા ફઈ-ભત્રીજો, પ્રેમમાં પડ્યા ને ઉઠાવ્યું ચોંકાવનારું પગલું, વાંચો એનો અંજામ શું આવ્યો

હા, માનો કે ના માનો, પરંતુ Amazonની આ ચમત્કારિક બકેટની ખરેખર કિંમત 35,900 રૂપિયા હતી. તેના પર 28 ટકા ડિસ્કાઉન્ટ લાગુ કર્યા બાદ તેની કિંમત 25,999 રૂપિયા પર પહોંચી ગઈ છે. પહેલા લોકોને લાગ્યું કે ડોલની કિંમત ખોટી લખવામાં આવી છે, પરંતુ જ્યારે આ ડોલ 26000 રૂપિયામાં વેચાઈ ત્યારે તેઓ ચોંકી ગયા. વિવેક રાજુ નામના ટ્વિટર યુઝરે પણ તેની તસવીર અને કિંમત સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો -પોતાની જીભને બ્રશ બનાવી આ યુવાને ચાખ્યો પેઇન્ટિંગમાં સફળતાનો સ્વાદ, જુઓ કઈ રીતે પોતાની જીભથી બનવે છે ચિત્રો

લોકોએ લીધી મજા


એમેઝોન બકેટ કૌભાંડ સોશિયલ મીડિયા પર પહોંચતા જ ટ્વિટર પર લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. કોઈએ લખ્યું કે આ બકેટ દરેકની બકેટ લિસ્ટમાં હશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એમેઝોન કેટલીક એવી પ્રોડક્ટ્સ લઇને આવી ચૂક્યુ છે, જે હેડલાઈન્સમાં રહ્યા હતા. ઉદાહરણ તરીકે, કંપનીએ બાળકોને મારવા માટે 400-500 રૂપિયામાં સોટી પણ ઓનલાઈન પણ વેચી હતી, જ્યારે અમેરિકન એમેઝોન પર કંપનીએ લીમડાના દાંતણને ઓર્ગેનિક ટૂથબ્રશ કહીને લોકોને 1800 રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
Published by: Bhavyata Gadkari
First published: May 25, 2022, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading