Viral Video: તરસ છીપાવવા ભેંસે હેન્ડપમ્પ ચલાવ્યો, હવે ન કહેતા અક્કલ મોટી કે...

News18 Gujarati
Updated: September 27, 2020, 3:11 PM IST
Viral Video: તરસ છીપાવવા ભેંસે હેન્ડપમ્પ ચલાવ્યો, હવે ન કહેતા અક્કલ મોટી કે...
ભેંસનો આ વીડિયો ઘણો વાયરલ થયો છે. (વીડિયો ગ્રેસઃ ફેસબુક/ Rohtak News LIVE)

આસપાસ પાણી ન મળતાં તરસ છીપાવવા ભેંસે અપનાવી આ તરકીબ, વાયરલ થયો વીડિયો

  • Share this:
વાયરલ વીડિયો (Viral Video): આજકાલ સોશિયલ મીડિયા (Social Media)ના સમયમાં કોઈ પણ વસ્તુ, મજેદાર કે પ્રેરણાદાયક વીડિયો ઘણા ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ (Internet Viral Video) થઈ જાય છે. લોકો પોતાના દોસ્તો, સંબંધીઓ અને પરિચિતોને પણ અનેકવાર વાયરલ વીડિયો મોકલતા હોય છે. તેમાંથી અનેક વીડિયો ઘણા ફની હોય છે, અનેક વીડિયોને તો જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જવાય છે અને કેટલાક વીડિયો તો અનેક માન્યતાઓને પણ ખોટી પુરવાર કરી દે છે.

અક્કલ મોટી કે ભેંસ, તમે અનેકવાર આ કહેવત સાંભળી હશે. જ્યારે કોઈ વ્યક્તિ ધડ માથા વગરની વાત કરે તો અનેકવાર આવું કહેવામાં આવે છે કે અક્કલ મોટી કે ભેંસ એટલે કે બુદ્ધિમતાની તુલના મજબૂતી અને શક્તિ સાથે કરવામાં આવે છે. પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાયરલ થયો છે કે તેને જોઈને તમને એ તો સરળતાથી સમજાઈ જશે કે ભેંસની પાસે પણ અક્કલ હોય છે.


આ પણ વાંચો, ભોપાલ રેલવે સ્ટેશન પર 22 વર્ષીય યુવતી સાથે રેલવેના કર્મચારીઓએ કર્યો ગેંગરેપ, એક આરોપી ઝડપાયો

ભેંસે શિંગડાથી ચલાવ્યો હેન્ડપમ્પ

આ વીડિયોમાં અનેક ભેંસ ઘાસ ચરી રહી છે. તેમાંથી એક ભેંસને ખૂબ જ તરફ લાગે છે. પરંતુ આસપાસ પાણી ન હોવાથી ભેંસ પોતાના શિંગડાથી હેન્ડપમ્પનું હેન્ડલ ચલાવે છે અને પાણીથી પોતાની તરસ છીપાવે છે. અનેક લોકોએ ભેંસનો આ વીડિયો લાઇક કર્યો છે અને હજારો લોકોએ તેની પર કોમેન્ટ પણ કરી છે.આ પણ જુઓ, Viral Video: રસ્તા પર અચાનક 12 ફુટ લાંબો અજગર આવ્યો તો કાર ચાલકના શ્વાસ થયા અદ્ધર

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે કે- મનુષ્યની અકલ તો વીડિયો બનાવવામાં લાગી છે તેથી જાનવરોએ પોતાની અક્કલનો ઉપયોગ કરવો પડે છે. નહીં તો તરસ્યા મરી જતા. એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી છે કે ભેંસ જ મોટી હોય છે, મનુષ્યની અક્કલ જ્યારે ઘાસ ચરે છે તો મહારથી પણ ફેલ થઈ જાય છે. ભગવાને આ નિયમ બનાવ્યો છે. અક અન્ય વ્યક્તિએ લખ્યું છે કે આવશ્યક્તા જ આવિષ્કારની જનની હોય છે. (વીડિયો ગ્રેસઃ ફેસબુક/ Rohtak News LIVE)
Published by: Mrunal Bhojak
First published: September 27, 2020, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading