જ્વાળામુખી (કાંગડા). હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડા (Kangra) જિલ્લામાં જ્વાળામુખી ઉપમંડળના બાનૂઆ દા ખુહ સ્થિત સ્મશાનઘાટની પાસે એક વિશાળકાય અજગર (Python)એ પાળતૂ કૂતરા (Dog)ને પોતાનો શિકાર (Hunt) બનાવી દીધો. ગામમાં અજગરે કૂતરાને પોતાનો કોળિયો બનાવી દેવાની ઘટનાથી લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.
જોત જોતામાં મોટી સંખ્યામાં ગામ લોકો ત્યાં એકત્ર થઈ ગયા. અજગર ભારે ભરખમ તથા વિશાળકાય શરીરવાળો હતો અને પાણીના સ્ત્રોતની પાસે હોવાના કારણે તેને બહાર કાઢવો મુશ્કેલ હતો. ગામ લોકોએ અજગરે કૂતરાને શિકાર બનાવવાની ઘટનાની જાણ તાત્કાલિક સ્થનિક વન વિભાગને કરી.
ઘટનાસ્થળે પહોંચેલા વન વિભાગના અધિકારી ભડોલી ભૂપેન્દ્ર, ગાર્ડ પંકજ તથા વિનોદે અનેક પ્રયાસો બાદ અજગરના મોંમાંથી મૃત ક્ષત વિક્ષત કૂતરાને છોડાવ્યું. વન વિભાગના કર્મચારીઓએ અજગરને એક ત્યાંથી બહાર કાઢ્યો. અજગરને વન વિભાગ દ્વારા પકડ્યા બાદ અહીં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગના અધિકારીઓએ કહ્યું કે અજગરને 10થી 15 કિલોમીટર દૂર વસ્તી વગરના ગીચ જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો, ભારતીયો Visa વગર દુનિયાના આ 16 દેશોમાં ફરી શકે છે, રાજ્યસભામાં સરકારે આપી જાણકારી
લોકોમાં ડર ફેલાયો ડર
મૂળે, અજગર દ્વારા કૂતરાને ગળી ગયા બાદ ગામ લોકોમાં ઘણો ડરનો માહોલ ઊભો થઈ ગયો હતો. ગામ લોકોએ આ તમામ ઘટનાક્રમનો વીડિયો પણ ફેસબુક સહિત અન્ય સોશિયલ સાઇટો પર વાયરલ કરી દીધો. પોલીસ સ્ટેશન જ્વાલાજીથી પણ એક ટીમ પોલીસ સ્ટેશન પ્રભારી મનોહર ચૌધરીના નેતૃત્વમાં એએસઆઈ બલદેવ રાજ શર્મા, એએસઆઈ વિપન તથા અન્ય પોલીસકર્મીઓની સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. અજગરને માનવ વસ્તીથી દૂર ગીચ જંગલમાં છોડી દીધો છે.