ચાલતી કાર-બાઈકની પાછળ અચાનક કૂતરા કેમ દોડવા લાગે છે? શું તમે કારણ જાણો છો?


Updated: June 3, 2022, 1:10 AM IST
ચાલતી કાર-બાઈકની પાછળ અચાનક કૂતરા કેમ દોડવા લાગે છે? શું તમે કારણ જાણો છો?
કૂતરા કેમ વાહનની પાછળ દોડે છે

dog nature : કૂતરા (dog) કેટલીએ વખત તમે બાઈક (Bike) કે કાર (Car) પાછળ જોયા હશે, મોટા ભાગના લોકોને આ અનુભવ એકવાર તો થયો જ હશે, પરંતુ તમને એવો વિચાર આવ્યો છે, કેમ ડોગ આવું કરતા હોય છે.

  • Share this:

તમે ઘણીવાર કૂતરાઓ (Dogs)ને બાઇક અથવા કાર (Car) પાછળ દોડતા જોયા હશે. તમે આરામથી રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોવ અને એકાએક તમારી આસપાસના કૂતરાઓ તમારી પાછળ દોડવા લાગે તેવું બન્યું હશે. આવી સ્થિતિમાં ઘણી વખત બાઇક (Bike)નું સંતુલન ખોરવાઈ જાય છે અને અકસ્માતનું જોખમ પણ વધી જાય છે. આવી ઉતાવળમાં ડ્રાઈવર વાહનની સ્પીડ વધારી દે છે અને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય રીતે માણસો સાથે મિત્રતા રાખતા કૂતરાઓ અચાનક જ વાહન જોઈને તેમના દુશ્મન કેમ બની જાય છે?


તેઓ પોતાની બધી તાકાતથી કાર કે બાઇકની પાછળ દોડે છે. એવું લાગે છે કે જો તેઓ વાહન પકડી લેશે તો તેના ચાલકને તો તેઓ ખાઈ જશે. કુતરાઓ તમારી પાછળ દોડતા હોવામાં તમારો કોઈ વાંક નથી. કુતરાઓની દુશ્મની તમારી સાથે છે પણ નહીં. તેઓને તમારા વાહનના ટાયર સાથે તકલીફ છે. તમારા વાહનના ટાયર પર ગંધ છોડનાર અન્ય શ્વાનના કારણે તેઓ છંછેડાઈ જાય છે.


કૂતરાઓ તેમની ગંધને બીજા કૂતરા સુધી પહોંચાડવા પેશાબ કરે છે. તેઓ વાહનના ટાયર પર આવું કરતાં હોય છે. કૂતરાઓની સુંઘવાની ક્ષમતા એકદમ જોરદાર હોય છે. તેઓ તેમના તીક્ષ્ણ નાકથી બીજા કૂતરાની ગંધ પકડે છે. જ્યારે તમારી કાર કોલોની અથવા રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે તે વિસ્તારના કૂતરાઓને તમારા વાહનના ટાયર પર રહેલ અન્ય કૂતરાની ગંધ આવે છે. આ ગંધના કારણે કૂતરાઓ તમારી કારની પાછળ દોડવા લાગે છે.પોતાના વિસ્તારમાં અન્ય કુતરાને સહન કરી શકતા નથી


કૂતરાઓનો પોતાનો વિસ્તાર હોય છે. જ્યારે તેઓ તેમના વિસ્તારમાં બીજો કૂતરો જુએ છે, ત્યારે તે બધા ભેગા થઈને તેને ભગાડે છે. પરંતુ જ્યારે આ કૂતરાઓને તેમના વિસ્તારમાં તમારા ટાયર દ્વારા અન્ય કૂતરાની ગંધ આવે છે, ત્યારે કૂતરાને બદલે, તેઓ તમારી કાર પર હુમલો કરે છે. એટલા માટે તેઓ તમારી બાઇક કે સ્કૂટી કે કારની પાછળ દોડે છે.

First published: June 3, 2022, 1:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading