આંધ્ર પ્રદેશમાં ગધેડા લુપ્ત થવાની કગાર પર, યૌન શક્તિ વધારવા લોકો ખાઈ રહ્યા છે માંસ

News18 Gujarati
Updated: February 27, 2021, 12:52 PM IST
આંધ્ર પ્રદેશમાં ગધેડા લુપ્ત થવાની કગાર પર, યૌન શક્તિ વધારવા લોકો ખાઈ રહ્યા છે માંસ
પ્રતીકાત્મક તસવીર

Illegal Donkey Trade: આંધ્ર પ્રદેશમાં તાજેતરમાં એવી ગેરમાન્યતાએ જોર પકડ્યું છે કે, ગધેડાનું માંસ આરોગવાથી કમરનો દુઃખાવો અને અસ્થમામાં રાહત મળે છે, સાથે તેનાથી યૌન શક્તિ પણ વધે છે.

  • Share this:
નવી દિલ્હી: રસ્તા પર ગમે ત્યારે નજરે પડતા ગધેડા હવે લુપ્તતાની કગાર પર છે. ગધેડાઓને દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. હકીકતમાં શાંત અને ખૂબ માસૂમ પ્રાણીની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ તેને મારવાનું જણાવવામાં આવી રહ્યું છે. અમુક રિપોર્ટ્સ પ્રમાણે અમુક લોકો એવું માની રહ્યા છે કે ગધેડાની માંસ ખાવાથી તેમનું સ્વાસ્થ્ય વધારે સારું થાય છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના જણાવ્યા પ્રમાણે ગધેડાનો ખાવામાં ઉપયોગ નથી થતો. સાથે જ તેને મારવું ગેરકાયદે છે. આંધ્ર પ્રદેશમાં આ અંગે તપાસ ચાલી રહી છે.

આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે. અમુક લોકો એવી ભ્રમણામાં છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુઃખાવો અને અસ્થમામાં રાહત રહે છે. આ ઉપરાંત ગધેડાનું માંસ ખાવાથી યૌન શક્તિ વધે છે. પશુઓ માટે કામ કરતા ગોપાલ આર સુરબથુલાએ જણાવ્યું કે, "પ્રકાસમ, કૃષ્મ, પશ્ચિમ ગોદાવરી અને ગુંટૂર જિલ્લામાં ગધેડાનું માંસ સૌથી વધારે વેચવામાં આવે છે." તેમણે જણાવ્યુ કે, દર ગુરુવારે અને રવિવારે માંસ વેચવામાં આવે છે. શિક્ષત લોકો પણ તેને ખરીદી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવા પ્રસંગોએ ઓછામાં ઓછા 100 ગધેડાની માંસ માટે હત્યા કરવામાં આવે છે.

આ પણ વાંચો: સુરત: પત્નીએ ભાઈ સાથે મળી દારૂડિયા પતિને આપી તાલિબાની સજા, ટેમ્પો સાથે બાંધીને ઢસડ્યો, હાલત નાજુક

તેમણે જણાવ્યું કે, આ વેપારમાં શામેલ લોકો કર્ણાટક, તાલિમનાડુ અને મહારાષ્ટ્રમાંથી ગધેડા લાવી રહ્યા છે. આ ગેરકાયદે વેપાર અંગે અનેક પશુ પ્રેમીઓએ ફરિયાદ આપી છે. સાથે જ અમુક રાજ્યમાં ગધેડાની હેરાફેરી અંગે પણ તપાસ ચાલી રહી છે. સુરબથુલાએ જણાવ્યુ કે, ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્રેક'માં પણ આ સાથે જોડાયેલું દ્રશ્ય બતાવવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર રવિ તેજા અને શ્રૃતિ હાસન ગધેડાનું લોહી પીને દોડી રહ્યા છે. આંધ્ર પ્રદેશ પશુપાલન વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર ધનલક્ષ્મીએ કહ્યુ કે, ગધેડાને મારવા ગેરકાયદે છે. તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી હતી કે આ અંગે ફરિયાદો મળી છે.
Published by: Vinod Zankhaliya
First published: February 27, 2021, 12:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading