OMG! 2000 વર્ષ પહેલાં પણ થતી હતી એડવાન્સ સર્જરી, વૈજ્ઞાનિકોને મળ્યા મજબૂત પુરાવા!
News18 Gujarati Updated: January 17, 2022, 3:33 PM IST
2000 વર્ષ પહેલાં પણ થતી હતી એડવાન્સ સર્જરી
2000 Years Old Surgery: પુરાતત્ત્વવિદો (Archaeologists)ને 2,000 વર્ષ જૂની ખોપરી (Skull) મળી આવી છે જેમાં સર્જિકલ માર્ક્સ (Surgical marks) મળ્યા છે. આ ખોપરીને કોઈ ધાતુથી જોડાવામાં આવી છે.
મેડિકલ સાયન્સ (Medical Science)એ આજના યુગમાં એટલી પ્રગતિ કરી છે કે શરીરમાં મોટા ભાગના રોગોની સારવાર થઈ શકે છે, પરંતુ શું તે હજારો વર્ષ પહેલાં શક્ય હતું? જો કોઈના અંગો તૂટી જાય તો શું તેને જોડી શકાતા હતા? આ પ્રશ્નના જવાબમાં વૈજ્ઞાનિકો (scientist)એ 2,000 વર્ષ જૂની ખોપરી (Elongated skull repaired 2000 years ago) શોધી કાઢી છે, જે સૂચવે છે કે આપણા પૂર્વજો પણ ખૂબ બુદ્ધિશાળી હતા.
અમેરિકાના ઓક્લાહોમામાં મ્યુઝિયમ ઓફ ઓસ્ટિઓલોજી (SKELETONS: Museum of Osteology)માં એક ખોપરીમાં હજારો વર્ષ પહેલાં કરેલા એક મોટી સર્જરીના નિશાન મળ્યા છે. એવું માનવામાં આવે છે કે ખોપરીને 2,000 વર્ષ પહેલા ફ્રેક્ચર થયું હતું, જે ખૂબ જ અલગ પ્રકારની શસ્ત્રક્રિયા સાથે ઠીક કરવામાં આવ્યું છે. ખોપરીને જોતાં તે બતાવે છે કે તબીબી વિજ્ઞાન વિશ્વમાં પહેલેથી જ એકદમ અદ્યતન હતું.
યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકની ખોપરીમાનવામાં આવે છે કે આ ખોપરી યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકની છે. તેની ખોપરીમાં ફ્રેક્ચર થયા પછી તેની ખોપરી સાથે સર્જરી દ્વારા જોડવામાં આવ્યું હતું. ફ્રેક્ચર એટલું ગંભીર હતું કે તે કોઈને મારી શક્યું હોત, અને જો તે મટ્યું ન હોત, તો તે માણસ આજીવન અપંગ થઈ શક્યો હોત.
આ પણ વાંચો: OMG! online પેશાબ વેચીને પૈસા કમાય છે મહિલા, એક કપ યુરિનની કિંમત જાણીને ચોંકી જશો!
પેરુવન સર્જનોએ સૈનિકની તૂટેલી ખોપરીને ફ્યુઝ મેટલથી સીલ કરી દીધી હતી અને તેની સારવાર માટે તેને જોડી દીધી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ ઘાયલ સૈનિક પણ બચી ગયો હતો. જોકે તેના ફ્રેક્ચરને ઠીક કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી.
આ પણ વાંચો: OMG! બીમારી શોધવા માટે કૂતરાઓની તાલીમ શરૂ, અલ્ટ્રાસાઉન્ડ અને સ્કેનિંગ નહિ સૂંઘીને શોઘી લેશે બીમારી
મ્યુઝિયમે આપી ખોપરીના ઈતિહાસની જાણકારી
મ્યુઝિયમના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મ્યુઝિયમે તેને 2020માં પ્રદર્શિત કર્યું હતું. આ ખોપરીના ઇતિહાસ વિશે વધુ જાણકારી નથી, પરંતુ નિષ્ણાતો જણાવે છે કે ખોપરીના હાડકાને રિપેર કરવા માટે તે એકબીજા સાથે સજ્જડ રીતે જોડાયેલું છે. તે એક સફળ સર્જરી હતી. માનવશાસ્ત્રીઓના મતે, પેરુના સર્જનો આવા ગંભીર ઘા ને મટાડવામાં નિષ્ણાત હતા. પ્રાચીન સમયમાં આવી શસ્ત્રક્રિયા યોદ્ધાઓ માટે પ્રતિષ્ઠાનો વિષય હતી.
Published by:
Riya Upadhay
First published:
January 17, 2022, 3:30 PM IST