ભારતનું એક એવું ગામ જ્યાં એક શખ્સને બાદ કરતાં તમામ લોકો કોરોના પોઝિટિવ

News18 Gujarati
Updated: November 23, 2020, 8:48 AM IST
ભારતનું એક એવું ગામ જ્યાં એક શખ્સને બાદ કરતાં તમામ લોકો કોરોના પોઝિટિવ
પ્રતીકાત્મક તસવીર

52 વર્ષીય ભૂષણ ઠાકુર સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરી કોરોનાના સંક્રમણથી બચ્યા, ભોજન પણ જાતે રાંધી ખાધું

  • Share this:
લાહૌલ સ્પીતિઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ જે સમયે ઝડપથી ફેલાઈ રહ્યું હતું, તે સમયે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)નો પહાડી વિસ્તાર પૂરી રીતે સુરક્ષિત હતો. લાહૌલ સ્પીતિ (Lahaul Spiti) જિલ્લામાં કોરોના (Corona)ના પ્રારંભિક સમયમાં બેથી ત્રણ મહિના સુધી એક પણ કોરોનાનો દર્દી સામે નહોતો આવ્યો. જોકે લૉકડાઉન ખૂલતાં જ અહીં પણ કોરોનાએ પોતાનો કહેર વરસાવવાનો શરૂ કરી દીધો. હિમાચલના થોરંગ ગામની સ્થિતિ કંઈક એવી રીતે બદલાઈ ગઈ કે અહીં 52 વર્ષીય એક શખ્સને બાદ કરતાં આખું ગામ કોરોના સંક્રમિત થઈ ગયું છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે.

52 વર્ષીય ભૂષણ ઠાકુર ગામના એકમાત્ર વ્યક્તિ છે જેમને કોરોના વાયરસ સ્પર્શી નથી શક્યો. જોકે, ભૂષણના પરિવારના તમામ અન્ય 6 સભ્યો કોરોના સંક્રમિત છે. ભૂષણે જણાવ્યું કે જ્યારે તેમના ગામમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો ત્યારથી જ તેઓએ પોતાની જાતને એક અલગ રૂમમાં કેદ કરી દીધી છે. આ ઉપરાંત તેઓ પોતાનું ખાવાનું જાતે બનાવે છે. ગામમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ જ્યારે ભૂષણે પોતાના પરિવારની સાથે સેમ્પલ આપ્યું તો ભૂષણને બાદ કરતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ભૂષણે એ વાતે માની છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરી ઈમાનદારીથી પાલન કરવામાં આવે તો કોરોનાથી બચી શકાય છે.

આ પણ વાંચો, COVID-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી શકે છે PM મોદી

લાહૌલ-સ્પીતિના સીએમઓ ડૉ. પલજોરે કહ્યું છે કે કદાચ ભૂષણની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. સમગ્ર ગામના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવા છતાંય ભૂષણનો રિપોર્ટ નેગેટિવ આવવો આશ્ચર્યમાં મૂકનારી બાબત છે.

આ પણ વાંચો, વિદેશી પશુ-પક્ષીઓ રાખનારાઓ માટે સારા સમાચાર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશલાહૌલ-સ્પીતિ જિલ્લાના ડેપ્યૂટી પોલીસ કમિશ્નર પંકજ રાયે જણાવ્યું કે આ ગામમાં લગભગ 160 લોકો રહે છે પરંતુ બરફવર્ષા બાદથી ઘણા લોકો કુલ્લુ જતા રહ્યા છે. કેટલાક દિવસ પહેલા ગામના 5 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ ગામના તમામ 42 લોકોએ સ્વેચ્છાથી કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. ટેસ્ટમાં ભૂષણને બાદ કતાં તમામ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: November 23, 2020, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading