અત્યાર સુધી આપણે બધાએ એજ સાંભળ્યું છે કે સાપ દેડકાને ખાઇ જાય. પણ હાલ સોશિયલ મીડિયા એક તેવો વીડિયો વાયરલ થયો છે જેમાં ખરેખરમાં ઉલ્ટી ગંગા વહેતી જોવા મળી છે એટલે કે એક દેડકાએ સાપનો શિકાર કર્યો છે. માનવામાં ન આવતું હોય તો તમે પણ નીચે બતાવેલો આ વીડિયો જોઇ શકો છો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પણ આ વીડિયોને જોઇને ચોંકી રહ્યા છે.
આ વીડિયોમાં નજરે પડે છે કે એક લીલા રંગનો દેડકો સાપને તેના મોંઢામાં પકડી રાખે છે. લોકો આ વીડિયો જોઇને અચંભિત થઇ રહ્યા છે. આ વીડિયો ભારતીય વન સેનાના અધિકારી સુશાંત નંદાએ તેમના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું છે કે દેડકો પોતાની આંખોને ગોળ ગુમાવતા સાંપને ગળી રહ્યો છે.
જંગલમાં બધુ જ શક્ય છે. વીડિયો શેર કર્યા પછી થોડા જ કલાકમાં ઇન્ટરનેટમાં વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજાર 400થી વ્યૂઝ મળ્યા છે. અને સાથે જ 1900 જેટલા લાઇક્સ અને તેને 370થી વધુ વાર શેર કરવામાં આવ્યું છે. લગભગ 25 સેકન્ડના આ વીડિયોમાં લીલા રંગનો એક નાનકડો દેડકો નજરે પડે છે.
વીડિયોમાં સ્પષ્ટ પણ દેખાય છે કે સાપ પોતાનું મોઢું દેડકાના મોઢામાંથી છોડાવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. પણ દેડકો ધીરે ધીરે અડધાથી વધુ સાપના શરીરનો ભાગ ગળી જાય છે. સાથે જ સાપ અનેક પ્રયાસો કરવા છતાં પોતાને દેડકાથી બચાવી નથી શકતો.
તમને એ વાત તો ખબર જ હશે કે સાપ દેડકાનો શિકાર કરે છે. પણ આવું ભાગ્યેજ બને છે કે દેડકો સાપનો શિકાર કરે. કદાચ આવી પહેલી ઘટના છે જે કેમેરા સામે કેદ થઇ છે.