ઝાબુઆઃ ગધેડા પર વરરાજા અને જીવતા માણસની અર્થી, જાણો ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા શું કરી રહ્યા છે લોકો

News18 Gujarati
Updated: July 5, 2021, 9:07 AM IST
ઝાબુઆઃ ગધેડા પર વરરાજા અને જીવતા માણસની અર્થી, જાણો ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા શું કરી રહ્યા છે લોકો
ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા માટે ઝાબુઆના લોકો અજબ પ્રકારના ટોટકા અપનાવી રહ્યા છે.

OMG: ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા ટોના-ટોટકાનો સહારો, જીવતા માણસની અર્થી અને વરરાજાની ગધેડા પર નીકળી જાન

  • Share this:
વીરેન્દ્ર સિંહ, ઝાબુઆ. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઝાબુઆ (Jhabua)માં આ વર્ષે વરસાદ (Monsoon 2021) હજુ મન મૂકીને વરસ્યો નથી. વરસાદ ન પડવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ ઈન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે હવે ટોના-ટોટકાનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે. ઝાબુઆના ઝકનાવદામાં લોકોએ જીવતા માણસની અર્થી કાઢી અને વરરાજાને ગધેડા પર બેસાડી વરઘોડો પણ કાઢ્યો. લોકોનું માનવું છે કે આ પ્રકારના ટોટકાથી ઈન્દ્ર દેવ પ્રસન્ન થાય છે અને મેહુલો મન મૂકીને વરસે છે.

ઉલ્લેખનીય છે કે, ઝાબુઆ જિલ્લામાં હજુ સુધી ચોમાસાની મહેર જોવા નથી મળી. અનેક વિસ્તારોમાં 15 દિવસ પહેલા વરસાદ પડ્યો હતો, પરંતુ હવે લોકોને ફરીથી વરસાદનો ઇંતજાર છે. જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં ખેડૂતો ખરીફ પાકોની વાવણી કરી ચૂક્યા છે. એવામાં વરસાદ ન પડતાં ખેડૂતો પરેશાન છે. જુલાઈ મહિનો શરુ થઈ ગયો છે અને જો હજુ પણ આ વિસ્તારોમાં વરસાદ નહીં પડે તો ફરી વાવણી કરવાની સ્થિતિ ઊભી થઈ જશે.

આ પણ જુઓ, VIRAL VIDEO: ચાની કિટલી પર વાંદરો ધોઈ રહ્યો હતો વાસણ, લોકો જોતા જ રહી ગયા!

તો ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે

નોંધનીય છે કે, વરસાદ ન પડવાના કારણે સોયાબીનના પાકની વાવણી કરનાર ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન થઈ શકે છે. કારણ કે આ વર્ષે બજારમાં સોયાબીનના બીજનો ભાવ આસમાને છે, એવામાં ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી જશે. જોકે, આ વર્ષે સોયાબીનના પાકની વાવણી સક્ષમ ખેડૂતો જ કરી રહ્યા છે, કારણ કે સોયાબીનના બીજના ભાવ બજારમાં 10 હજાર રૂપિયે ક્વિન્ટલથી 15 હજાર રૂપિયા ક્વિન્ટલે વેચાઈ રહ્યા છે.

આ પણ વાંચો, રાતોરાત લખપતિ બનાવી શકે છે આ 50 પૈસાનો સિક્કો, જાણો કેવી રીતે અને ક્યાં વેચશો

બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો, આ વર્ષે અત્યાર સુધીમાં 4.83 ઈંચ સાથે આ મોસમનો 14.63 ટકા વરસાદ (monsoon 2021) નોંધાયો છે. ચોમાસાની (rainfall) શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ જ્યારે ખેડૂતોએ (farmer) વાવેતર કરી દીધું છે ત્યારે વરસાદ ન વરસતા જગતનાં તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે, રાજ્યમાં આગામી 12 જુલાઇ સુધી ચોમાસું જામે નહીં તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યમાં 25.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર તો કરી દીધું છે પરંતુ વરસાદ નહીં આવે તો ખેડૂતોનાં પાક સૂકાવવાની સ્થિતિ સર્જાશે.
Published by: Mrunal Bhojak
First published: July 5, 2021, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading