નેપાળી મહિલા અધિકારીની બિલાડી ખોવાઇ તો ઠેર ઠેર લાગ્યા આવા પોસ્ટર

News18 Gujarati
Updated: November 12, 2020, 8:16 PM IST
નેપાળી મહિલા અધિકારીની બિલાડી ખોવાઇ તો ઠેર ઠેર લાગ્યા આવા પોસ્ટર
ગુમ થયેલી બિલાડીની તસવીર

નેપાળ (Nepal)ના પૂર્વ મુખ્ય ચૂંટણીઓ આયુક્ત ઇલા શર્માની બિલાડી ગુમ થઇ છે. જેના પછી તેમણે તેમની આ લાડકી બિલાડીને શોધવા ઇનામી રકમ સાથેના પોસ્ટર શહેરભરમાં લગાવ્યા છે.

  • Share this:
ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલ્વે સ્ટેશન (Gorakhpur Railway Station) એક બિલાડીની પોસ્ટર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નેપાળના ભૂતપૂર્વ વરિષ્ઠ મહિલા અધિકારીઓ ઇલા શર્મા (Ila Sharma)ની બિલાડી ગુમ થઇ ગઇ છે. દિલ્હીથી ગોરખપુર પહોંચતા જ અચાનક બિલાડી ટ્રેનથી કૂદી ગઇ. તે પછી બિલાડીની શોધખોળમાં પૂર્વ મહિલા અધિકારીઓ તેમના બંને દીકરીઓએ ભારે જહેમત કરી પણ તેમની બિલાડીની કોઇ ભાળ ના મળી. જે પછી તેમણે રેલ્વે સ્ટેશન પર અલગ અલગ જગ્યાએ આ બિલાડીની ફોટો વાળા ઇનામી પોસ્ટર લગાવ્યા છે.

આ ગુમ થયેલી બિલાડીનું નામ હિવર છે. અને તેને શોધીને લાવનાર વ્યક્તિને 11 હજાર કેશનું ઇનામ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નેપાળના પૂર્વ મુખ્ય મુખ્ય ચૂંટણી આયુક્ત ઇલા શર્મા ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત એસવાય કુરૈશીની પત્ની પણ છે. (Former CEC SY Qureshi)
પોસ્ટરમાં પૂર્વ મહિલા અધિકારી ઇલા શર્માએ પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો છે.

ગુમ થયેલી બિલાડીની તસવીર


એટલું જ નહીં, ગાયબ બિલાડીના કારણે મહિલા અધિકારીએ પણ નેપાળ પાછા જવાનો કાર્યક્રમ હાલ સ્થગિત કર્યો છે. હાલમાં, પૂર્વ મહિલા અધિકારી ઇલા શર્મા તેની પાલતુ બિલાડીને શોધવા માટે સર્કિટ હાઉસમાં રોકાયા છે. અને તેમણે આ પોસ્ટર દ્વારા પણ લોકોને તેમની બિલાડી શોધી આપવા માટે અપીલ કરી છે.

નેપાળના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઇલા શર્મા ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીની પત્ની છે. આ બંને અધિકારીઓની વ્ચે મેક્સિકોની કોન્ફર્ન્સ વચ્ચે મુલાકાત થઇ હતી અને તેમના સંબંધો પ્રેમમાં પરિણામતા તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીની પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને 1971 ની બેચના આઈએએસ અધિકારી કુરેશીએ તેની પત્રકાર પત્ની હુમરા કુરેશીને છૂટાછેડા આપ્યા પછી આ નિર્ણય લીધો હતો.આમ તો ઇલા શર્માનું નામ પણ ભારત માટે અજાણ્યું નામ નથી. તેણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. આ ઉપરાંત, તે વારાણસીની સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને નેપાળી સાહિત્યમાં સ્નાતક છે.

તેના પોલીસ ઇન્સ્પેક્ટર પતિ નવરાજ પૌડેલને 15 વર્ષ પહેલા નક્સલીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. બે પુત્રીની માતા ઇલા શર્મા નેપાળના વકીલો, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો માટે કાર્યરત જૂથો સાથે જોડાયેલી છે.
Published by: Chaitali Shukla
First published: November 12, 2020, 8:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading