માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO

News18 Gujarati
Updated: September 29, 2020, 3:22 PM IST
માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયા, જુઓ VIDEO
કેશિયરની નજર ચૂકવીને બાળકે આવી રીતે ઉઠાવી લીધા 20 લાખ રૂપિયા, બીજા લોકોને ગંધ પણ ન આવી

કેશિયરની નજર ચૂકવીને બાળકે આવી રીતે ઉઠાવી લીધા 20 લાખ રૂપિયા, બીજા લોકોને ગંધ પણ ન આવી

  • Share this:
વિજેન્દ્ર કુમાર, જિંદઃ હરિયાણા (Haryana)ના જિંદ જિલ્લા (Jind District)માં એક 11 વર્ષના બાળકે પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)માંથી 20 લાખની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. જોકે તમામ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક નાનું બાળક શાતિર ચોરની જેમ કેશિયર (Cashier)ની કેબિનમાંથી થોડીક જ સેકન્ડમાં હાથ સાફ કરી લે છે.

કેબિનનો દરવાજો ખોલી બાથરૂમ ગયો હતો કેશિયર

પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)ના મેનેજરે જણાવ્યું કે બપોરના સમયે જ્યારે કેશિયર વૉશ રૂમ જવા માટે પોતાની કેબિનથી ઉઠ્યો તો પહેલાથી જ લાગ જોઈને બેઠેલા નાના બાળકો તાત્કાલિક કેબિનમાં ઘૂસે છે અને બેગમાં પૈસા લઈને ફરાર થઈ જાય છે. તેમણે જણાવ્યું કે કેશિયર દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો જેનો ફાયદો ઉઠાવીને બાળકે 20 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી દીધો.આ પણ વાંચો, હેવાનિયત: 60 વર્ષીય ડૉક્ટરે દૂધમાં નશીલો પદાર્થ મેળવી 7 અને 3 વર્ષની બાળકીઓને પીવડાવ્યું, પછી આચર્યું દુષ્કર્મ

પોલીસે ચોરીનો કેસ નોંધ્યોબેન્કમાં ચોરીની ઘટનાની જાણ જ્યારે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનને કરવામાં આવી તો પોલીસ ટીમ પંજાબ નેશનલ બેન્કની બ્રાન્ચમાં પહોંચી હતી અને કેસ નોંધી લીધો હતો. બેન્ક અધિકારીઓએ જણાવ્યું કે બપોરે ચોરી થઈ પરંતુ સાંજે જ્યારે કૅશની ગણતરી કરવામાં આવી તો 20 લાખ રૂપિયા ઓછા હોવાનું સામે આવ્યું. એસએચઓ હરી ઓમે જણાવ્યું કે કેશિયરની બેદરકારીને કારણે આ ઘટનાને અંજામ આપવામાં બાળકને સફળતા મળી છે.

આ પણ વાંચો, UP: હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ બાદ કાપી દીધી હતી જીભ, દલિત પીડિતાનું AIIMSમાં નિધન

CCTV કેમેરામાં કેદ થયું બાળક

CCTV ફુટેજમાં બાળકના હાવભાવ જોઈને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે બાળક પહેલા પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. બાળકને કોઈએ તાલિમ આપી હોય એવું લાગી રહ્યું છે. તેને આ પ્રકારની ચોરી કરવાની ખાસ તાલિક આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. બાળકે તકનો લાભ લઈને એવું પગલું ઉઠાવ્યું કે તેની પર કોઈને શંકા પણ ન ગઈ અને તેણે 20 લાખ જેટલી મોટી રકમ ચોરી લીધો. પોલીસ હજુ સુધી મામલામાં ખાલી હાથ છે અને તે બાળક સુધી પહોંચવાના તમામ પ્રયાસ કરી રહી છે.
Published by: Mrunal Bhojak
First published: September 29, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading