ચીનઃ ચીનમાં (chine) બે બાળકોની નીતિનું (two child policy) ઉલ્લંઘન કરનાર એક દંપત્તીને (couple) ભારે પડ્યું હતું. આના અવેજમાં તેમને લાખો રૂપિયાનું ચૂકવણું કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ચીનની આ બાળ નીતિ દંપત્તીને માત્ર બે બાળકો પેદા કરવાની મંજૂરી છે. પરંતુ ચીનના એક દંપત્તીને એક કાયદાનું ઉલ્લંઘન કરતા સાત બાળકો પેદા કર્યા હતા. જેથી ક્યારેય એકલું ન રહેવું પડે. પરંતુ તેમના આ કારનામા સામે તેમને આર્થિક નુકસાન થશે.
દંપત્તીને નિયમ વિરુદ્ધ જઈને આટલા બધા બાળકો પેદા કરવા માટે સરકારને સામાજિક સમર્થન શુલ્ક તરીકે 155000 ડોલર એટલે કે એક કરોડ રૂપિયાથી વધારે ચૂકવવા પડશે. જો તેઓ પૈસા નહીં ભરે તો તેમના વધારાના બાળકો સરકારી ઓળખ માટે દસ્તાવેજો પ્રાપ્ત નહીં કરી શકે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની ખબર પ્રમાણે 34 વર્ષીય ચીની વ્યવસાયી ઝાંગ રોંગ્રાન્ગ અને તેમની 39 વર્ષીય પતિને પાંચ પુત્ર અને બે પુત્રીઓ છે. આ બાળકોની ઉંમર એકથી 14 વર્ષ વચ્ચે છે. બે બાળકોથી વધારે બાળકો હોવાથી આ દંપત્તીને એસસીએમપીના હિસાબથી ચૂકવણું કરવું પડ્યું છે.
ઝાંગ પ્રમાણે જ્યારે મારા પતિ દૂરની યાત્રા ઉપર હોય છે અને બાળકો અભ્યાસ માટે દૂર જતા રહ્યા હતા. ત્યારેપણ મારી આસપાર અન્ય બાળકો રહે છે. ત્યારબાદ મને એકલું મહેસૂસ ન રહે. મેં વિચાર્યું કે જ્યાંરે હું વૃદ્ધ થઈ જાઉં તો મારા બાળકો મને અલગ અલગ બેચોમાં જોઈ શકે છે. તેણે પોસ્ટને જણાવ્યું કે સાતમું બાળક તેમનું અંતિમ બાળક હશે. કારણ કે તેમના પતિની 2019માં પુરુષ નસબંધી થઈ છે.
ચીને 36 વર્ષ બાદ 2015માં પોતાની એક બાળક નીતિને સમાપ્ત કરી દીધી છે. આ નીતિ 1979માં દેશની જનસંખ્યા વૃદ્ધીને ધીમી કરવા માટે શરૂ કરી હતી. આમા થોડો ઓછું થયું છે. હવે સરકારે પરિવારોને હવે બે બાળકો પેદા કરવાની મંજૂરી આપી છે. પરંતુ અનેક પરિવારો એવા છે કે માત્ર એક બાળક કે પછી એકલા રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.