ડિજિટલ પૂજારી 2023: મંત્રની જગ્યાએ હિન્દી-ઈંગ્લિશમાં ડાયલૉગ બોલીને લગ્ન કરાવી રહેલા પૂજારીનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: January 20, 2023, 3:01 PM IST
ડિજિટલ પૂજારી 2023: મંત્રની જગ્યાએ હિન્દી-ઈંગ્લિશમાં ડાયલૉગ બોલીને લગ્ન કરાવી રહેલા પૂજારીનો વીડિયો વાયરલ
Marriage Viral Video

સોશિયલ મીડિયા પર અનોખા લગ્નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પૂજારી એક કપલના લગ્ન કરાવતા હોવાનો જોઈ શકાય છે. જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
કોલકાત્તા: હાલમાં સમગ્ર દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને લગ્નની સીઝનમાં દરરોજ સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થતાં રહે છે. આવો જ એક અજીબોગરીબો વીડિયો હાલમાં સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર અનોખા લગ્નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પૂજારી એક કપલના લગ્ન કરાવતા હોવાનો જોઈ શકાય છે. જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ વીડિયો દમ દમ એરપોર્ટની બાજૂમાં આવેલા એક મેરેજ હોલનો છે. જ્યાં એક પૂજારી વર વધૂને હ્દયને પવિત્ર રાખીને લગ્ન કરાવી રહ્યા છે. ડિજિટલ યુગમાં નવવિવાહીત કપલ હિન્દી અને અંગ્રેજીમાં ડાયલોગ બોલીને લગ્ન કરી રહ્યા છે. હાલમાં આ લગ્નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મંત્રના જાપ કરતા પૂજારી નવવિવાહીતોને કહી રહ્યા છે કે, તેરા દિલ મેરા દિલ હૈ, મેરા દિલ તેરા દિલ હૈ..મેરી જિંદગી તેરી જિંદગી, તેરી જિંદગી મેરી જિંદગી...પૂજારીની આ પ્રકારની હરકત જોઈને ત્યાં હાજર મહેમાનો પણ ખડખડાટ હસવા લાગે છે. કેટલાય લોકોએ લગ્નના આ ફેન્સી સીનને કેમેરામાં કેદ કર્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં આપ આ વીડિયો જોઈ શકશો. સોશિયલ મીડિયા તો પહેલાથી જ આ પૂજારીને ડિજિટલ પૂજારી 2023 કહી ચુક્યા છે.
Published by: Pravin Makwana
First published: January 20, 2023, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading