કોરોનાના ડરથી પતિએ બનાવી રાખી 'બે ગજની દૂરી', તો પત્નીએ મર્દાનગી પર ઉઠાવ્યો સવાલ

News18 Gujarati
Updated: December 5, 2020, 10:32 AM IST
કોરોનાના ડરથી પતિએ બનાવી રાખી 'બે ગજની દૂરી', તો પત્નીએ મર્દાનગી પર ઉઠાવ્યો સવાલ
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન દરમિયાન પોતાના પિયરમાં ચાલ્યા જઈને પત્નીએ તેના પતિની મર્દાનગી પર સવાલ ઉઠાવીને જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટીને અરજી આપી, પતિએ મેડિકલ ટેસ્ટ કરાવીને મર્દાનગી સાબિત કરી.

  • Share this:
ભોપાલ: કોરોના (Covid 19)ને કારણે એક પતિએ એવા દિવસો જોવા પડ્યા જેની તેણે ક્યારેય કલ્પના પણ ન્હોતી કરી. તેણે જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટીના આંટાફેરા કરવા પડ્યા, એટલું જ નહીંસ પોતાની મર્દાનગીનું સર્ટિફિકેટ (Fitness Certificate) પણ આપવું પડ્યું હતું. હકીકતમાં પતિએ કોરોના કાળમાં પત્નીથી 'બે ગજની દૂરી' બનાવી રાખી હતી. જે બાદમાં પત્નીએ Legal Services Authoritiesમાં ફરિયાદ આપી હતી. પત્નીને મનાવવા માટે પતિએ પોતાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદમં પત્ની માની ગઈ હતી અને પોતાની સાસરીમાં ચાલી ગઈ હતી.

જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટી સેવામાં એક પત્નીએ પતિ સામે ભરણ-પોષણ માટે અરજી આપી હતી. આ સાથે જ પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દામ્પત્ય જવાબદારી નિભાવવા લાયક નથી. આ ઉપરાંત સાસરીના લોકો પણ પરેશાન કરે છે. પત્નીના કહેવા પ્રમાણે પતિ ફોન પર સારી સારી વાતો કરતો હતો પરંતુ નજીક નથી આવતો. આ વાત પત્નીએ તેના પરિવારના લોકોને કરી હતી. પરિવારના લોકોએ આ અંગે યુવક સાથે વાત કરી હતી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં શિક્ષકે કરી શિક્ષકની હત્યા, હત્યારાના નવમી ડિસેમ્બરના રોજ લગ્ન

સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુવક અને યુવતીના લગ્ન 29 જૂનના રોજ થયા હતા. થોડા દિવસ પછી જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. આ બધાથી કંટાળીને મહિલા તેના પિયરમાં ચાલી ગઈ હતી. બીજી ડિસેમ્બરના રોજ મહિલાએ તેના પતિ સામે અરજી આપી હતી. આ દરમિયાન પતિએ અધિકારીઓ સમક્ષ ખુલાસો કર્યો કે લગ્ન પછી તેની પત્નીના પરિવારના લોકો કોરોના પોઝિટિવ થયા હતા. આથી તેણે એવું માની લીધું હતું કે પત્નીના પરિવારજનો પોઝિટિવ થયા હોવાથી શક્ય છે કે તે અને તેની પત્ની પણ પોઝિટિવ હોઈ શકે છે. આ માટે જ તે પત્નીની નજીક ગયો ન હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કર્યું હતું.

પત્નીના આરોપ ખોટા નીકળ્યાઆ મામલો આગળ વધતા અધિકારીએ પતિને મેડિકલ પરીક્ષણ કરાવવા માટે કહ્યું હતું. યુવકે અધિકારી સામે પોતાનો રિપોર્ટ મૂક્યો હતો જેમાં તે ફીટ જણાયો હતો. મેડિકલ રિપોર્ટ બાદ અધિકારીના માલુમ પડ્યું કે પત્નીનો આરોપ ખોટો છે. જે બાદમાં અધિકારીએ પત્નીને ખોટું ન બોલાવાની સલાહ આપી અને સમજાવટ કરીને આ કેસનો નિવેડો લાવ્યા હતા.

આ પણ જુઓ-

પતિને કોરોના ફોબિયા હતો

જિલ્લા લિગલ સર્વિસિસ ઑથોરિટીના સંદીપ શર્માએ જણાવ્યું કે પતિ અને પત્નીના કાઉન્સેલિંગ દરમિયાન માલુમ પડ્યું કે પતિને કોરોના ફોબિયા હતો. તો સામે પક્ષે પત્નીના આક્ષેપ ખોટા હતા. મેડિકલ પરિક્ષણમાં પતિ શારીરિક રીતે ફીટ હતો.
Published by: Vinod Zankhaliya
First published: December 5, 2020, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading