કોરોનાને રોકવાની અજબ યુક્તિ, આ દેશમાં માસ્ક નહીં પહેરનારા લોકોને ફટકારી કબર ખોદવાની સજા

News18 Gujarati
Updated: September 15, 2020, 12:28 PM IST
કોરોનાને રોકવાની અજબ યુક્તિ, આ દેશમાં માસ્ક નહીં પહેરનારા લોકોને ફટકારી કબર ખોદવાની સજા
ઈન્ડોનેશિયામાં માસ્ક ન પહેરનારા લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરનારા લોકોની કબર ખોદવાના આદેશ. (તસવીરઃ Reuters)

માસ્ક ન પહેરનારા ખોદી રહ્યા છે કોરોનાનો ભોગ બનેલા લોકોની કબર, અનોખી સજાથી આ દેશ છે ચર્ચામાં

  • Share this:
જાકાર્તાઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દરેક દેશ લોકોને માસ્ક (Mask) પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું ગંભીરતાથી પાલન કરવા માટે દિશા-નિર્દેશ આપતા રહે છે. તેમ છતાંય લગભગ તમામ દેશોમાં મોટી સંખ્યામાં એવા પણ લોકો છે જે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરી કોરોના સંક્રમણને વધુ ઝડપ આપી રહ્યા છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે ઇન્ડોનેશિયા (Indonesia)ના પૂર્વ જાવા (East Java) પ્રાંતના વહીવટીતંત્રએ અનોખી સજાની જાહેરાત કરી છે.

માસ્ક ન પહેરનારને કબર ખોદવાની સજા

પૂર્વ જાવા વહીવટી તંત્રએ માસ્ક ન પહેરનારા લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરનારા લોકોની કબર ખોદવાના આદેશ આપ્યા છે. પૂર્વ જાવાના ગેરસિક રિજેન્સીના 8 લોકોએ માસ્ક પહેરવાનો ઇન્કાર કરતાં નજીકમાં જ આવેલા નોબબેટન ગામમાં એક જાહેર કબ્રસ્તાનમાં કબરો ખોદવાની સજા ફટકારવામાં આવી છે. આ લોકો કોઈ પણ દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ નથી થઈ શકતા.

આ પણ વાંચો, પૃથ્વીની નજીકના આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

ઈન્ડોનેશિયામાં કબર ખોદનારા લોકોની ભારે ઘટ

અહેવાલો મુજબ, બે લોકોને એક કબર ખોદવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્મ જિલ્લાના પ્રમુખ સ્યૂનોએ કહ્યું કે અમારી પાસે કબર ખોદનારા લોકોની ઘટ છે. તેથી માસ્ક ન પહેરનારા લોકોને આ કામમાં લગાવવામાં આવ્યા છે. તેઓએ આશા વ્યક્ત કરી કે આ સજાથી ભવિષ્યમાં લોકો માસ્ક ન પહેરવાની ભૂલ નહીં કરે.આ પણ વાંચો, Tiktokની ટક્કરમાં યૂટ્યૂબે લૉન્ચ કર્યું YouTube Shorts, શું મળશે TikTok જેવી લોકપ્રિયતા!

ઈન્ડોનેશિયામાં વધી રહ્યા છે કોરોનાના કેસ

ઈન્ડોનેશિયામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના 2,18,382 કેસ સામે આવ્યા છે. દેશની રાજધાની જાકાર્તામાં પણ 54,220 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી તરફ, પૂર્વ જાવામાં અત્યાર સુધી 38,088 કેસ સામે આવ્યા છે. ઈન્ડોનેશિયામાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 8,723 સુધી પહોંચી ગઈ છે. પરંતુ કોવિડ ટેસ્ટ ઓછો થવાના કારણે સાચો આંકડો વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Published by: Mrunal Bhojak
First published: September 15, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading