આ દેશમાં વૃદ્ધોને ફરીથી જુવાન કરવાનો દાવો, 35 લોકો પર હાથ ધરાઈ સ્ટડી

News18 Gujarati
Updated: November 20, 2020, 11:24 AM IST
આ દેશમાં વૃદ્ધોને ફરીથી જુવાન કરવાનો દાવો, 35 લોકો પર હાથ ધરાઈ સ્ટડી
પ્રતીકાત્મક તસવીર

આ સ્ટડીમાં 64 વર્ષના 35 સ્વસ્થ લોકો અને 100થી વધુ વૃદ્ધોને સામેલ કરવામાં આવ્યા, તેમને પ્રેશરાઇઝ્ડ રૂમમાં બેસાડવામાં આવ્યા

  • Share this:
તેલ અવીવઃ દરેક વખતે જ્યારે આપના શરીરમાં એક સેલ ફરી બને છે તો આપની યુવાની વધુ ઓછી થતી જાય છે. આવું ટેલોમેરેસ (Telomerase)ની ઘટના કારણે થાય છે. આ એ જ સ્ટ્રક્ચર છે જેના માધ્યમથી આપણે ક્રોમોજોમ્સ (Chromosome) કેપ થાય છે. હવે ઇઝરાયલમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રક્રિયાને ઊંધી કરવામાં સફળ થયા છે. 35 દર્દીઓને સામેલ કીર આ સ્ટડીમાં તેમના ટેલોમેરેસની લંબાઈ વધારવામાં આવી છે.

આ સ્ટડીમાં સામેલ લોકો ત્રણ મહિના સુધી દરેક સપ્તાહે 90 મિનિટના 5 સેશન્સમાં સામેલ થયા. તમામને હાઇપરબેરિક ઓક્સીજન રૂમમાં બેસાડવામાં આવ્યા. તેના પરિણામ સ્વરૂપે તમામ ટેલોમેરેસ 20 ટકા સુધી વધી ગયો. આ એક પ્રભાવશાળી દાવો છે. આ પહેલા પણ કેટલાક અન્ય રિસર્ચર્સે પ્રયાસ કર્યો હતો પરંતુ નિશ્ચિતરૂપે સફળતા નહોતી મળી.

તેલ અવીવ યુનિવર્સિટીમાં મેડિસિન અને ફેકલ્ટી સ્કૂલ ઓફ ન્યૂરોસાયન્સના ડૉક્ટર અને લીડ રિસર્ચર શેયાર એફર્ટીએ જણાવ્યું કે તેમની આ શોધની પ્રેરણા બહારની દુનિયાથી મળી. શેયારે જણાવ્યું કે, નાસા દ્વારા જોડકા બાળકોમાંથી એકને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું અને બીજું પૃથ્વી પર રહ્યું. અમારી શોધમાં ટેલોમેરેસની લંબાઇ જેટલી વધી તેમાં અમે જાણી શક્યા કે બહારના વાતાવરણમાં પરિવર્તન ઉંમર વધારવાના કોર સેલુલરને પ્રભાવિત કરી શકે છે. એફર્ટીએ જણાવ્યું કે, લાંબા ટેલોમેરેસ સારા સેલુલર પર્ફોમન્સ સાથે જોડાયેલા હોય છે. જીવન શૈલી કે ડાઇટિંગમાં કોઈ ફેરફાર નથી.

આ પણ વાંચો, Coronavirus: ભારતમાં ક્યારે અને કેટલા રૂપિયામાં મળશે કોરોના વેક્સીન, જાણો તમામ વિગતો

આ શોધમાં એવું પણ સામે આવ્યું કે થેરપીના માધ્યમથી સેન્સેંટ સેલ 37% સુધી ઓછો થઈ ગયો જેનાથી નવા સ્વસ્થ સેલ ફરીથી બનવા લાગ્યા. પશુ અધ્યયનોથી જાણવા મળ્યું કે સેન્સેંટ સેલને હટાવવાથી બાકી જીવન 33%થી વધુ થઈ જાય છે.

આ પણ વાંચો, પાંચ સ્પા સેન્ટરમાં ચાલી રહ્યો હતો દેહવ્યાપાર, 25 યુવતી અને 17 યુવકોની ધરપકડ

શોધમાં સામેલ થયેલા કોઈ પણ મનુષ્યના જીવન શૈલી કે ડાઇટિંગમાં કોઈ ફેરફાર નથી થયો. દરેકને એક માસ્કના માધ્યમથી 100% ઓક્સિજન સોર્સ આપતા હાઇપરબેરિક રૂમમાં રાખવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉંમર વધવાના કારણે અલ્ઝાઇમર, પાર્કિસન્સ, ગઠિયા, કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટિસ જેવી બીમારીઓ થાય છે.
Published by: Mrunal Bhojak
First published: November 20, 2020, 11:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading