International Women’s Day 2021: જાણો કેમ 8 માર્ચે ઉજવાય છે આ મહિલા દિવસ

News18 Gujarati
Updated: March 8, 2021, 10:40 AM IST
International Women’s Day 2021: જાણો કેમ 8 માર્ચે ઉજવાય છે આ મહિલા દિવસ
વિશ્વ મહિલા દિવસ

સૌપ્રથમ અમેરિકામાં સોશ્યાલિસ્ટ પાર્ટીના આહવાનથી આ દિવસને 28 ફેબ્રુઆરી, 1909માં ઉજવવામાં આવ્યો હતો. 1910 માં સોશ્યલિસ્ટ ઇન્ટરનેશનલના કોપનહેગન સંમેલનમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યો.

  • Share this:
વિશ્વભરમાં 8 માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આર્થિક, સામાજિક અને રાજનૈતિક સહીયત ઘણા ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે અને તેમના અધિકારો પ્રત્યે તેમને જાગરૂક બનાવવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત વિભિન્ન ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓનું સન્માન કરવા માટે પણ આ દિવસ ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે વુમન્સ ડે થીમ 'વુમન ઈન લીડરશીપ: અચીવિંગ ઈન ઈક્વલ ફ્યુચર ઈન આ કોવિડ-19 વર્લ્ડ' છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ

સૌપ્રથમ અમેરિકામાં સોશ્યાલિસ્ટ પાર્ટીના આહવાનથી આ દિવસને 28 ફેબ્રુઆરી, 1909માં ઉજવવામાં આવ્યો હતો. 1910 માં સોશ્યલિસ્ટ ઇન્ટરનેશનલના કોપનહેગન સંમેલનમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યો. તે સમયે તેનો હેતુ મહિલાઓને વોટ આપવાનો અધિકાર અપાવવાનો હતો. જે બાદ સોવિયત સંઘે 1917માં એક રાષ્ટ્રિય અવકાશ તરીકે જાહેર કર્યો.

8 માર્ચે કેમ ઉજવાય છે મહિલા દિવસ?

રુસની મહિલાઓએ બ્રેડ એન્ડ પીસની માંગને લઈને 1917માં હડતાળ કરી હતી. જે ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે શરુ થઇ. મહિલાઓની હડતાલ ત્યાંના સમ્રાટ નિકોલસને પદ છોડવા માટે મજબૂર કરી દીધા હતા અને અંતરિમ સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર આપી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે તે સમયે રૂસમાં જૂલિયન કેલેન્ડરનો પ્રયોગ થતો હતો. મહિલાઓએ 23 ફેબ્રુઆરીએ હડતાલ શરુ કરી હતી. જોકે, ગ્રેગેરિયન કેલેન્ડરમાં તે દિવસ 8 માર્ચે મનાવવામાં આવતો હતો. જેને લઈને મહિલા દિવસ 8 માર્ચે ઉજવાય છે. ઘણા દેશોમાં મહિલાઓના સન્માનમાં આ દિવસે રજા પાડવામાં આવે છે.
Published by: Margi Pandya
First published: March 8, 2021, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading