રોજ ખાવાનું ખવડાવનારને જ સિંહે ખોરાક સમજી લીધો, કેમેરામાં કેદ થઈ ભયાનક દુર્ઘટના

News18 Gujarati
Updated: May 5, 2022, 12:11 AM IST
રોજ ખાવાનું ખવડાવનારને જ સિંહે ખોરાક સમજી લીધો, કેમેરામાં કેદ થઈ ભયાનક દુર્ઘટના
પ્રાણીસંગ્રહાલયમાં સિંહે માણસ પર હુમલો કર્યો

Ajab Gajab : પાંજરામાં ખોરાક આપવા ગયેલા માઈક પર સિંહે હુમલો (Lion Attack) કર્યો હતો. સિંહે માઈકને તેના જડબાથી પકડી લીધો અને તેને જંગલ તરફ ખેંચી ગયો. આ દરમિયાન બાકીનો સ્ટાફ બહારથી જોર જોરથી બૂમો પાડતો રહ્યો

  • Share this:
માનવીએ પોતાના સ્વાર્થ માટે પ્રાણીઓનું ઘણું શોષણ કર્યું છે. જંગલી પ્રાણીઓને તેમના કુદરતી ઘરની બહાર લાવવામાં આવે છે અને લોકોના મનોરંજન માટે પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે છે. ખુલ્લા જંગલમાં રહેવા માટે ટેવાયેલા પ્રાણીઓને લોખંડના પાંજરામાં કેદ કરવામાં આવે છે. જે પ્રાણીઓએ આરામથી શિકારનો ટેવ હોય છે, તેમને દિવસમાં ત્રણ વખત પાંજરામાં ખોરાક આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે, આ બધી બાબતોને લીધે ક્યારેક આ પ્રાણીઓ આક્રમક બની જાય છે. સોશિયલ મીડિયા પર સાઉથ આફ્રિકામાં આવા અચાનક આક્રમક સિંહની તસવીરો વાયરલ થઈ રહી છે. આ સિંહે પોતાને ભોજન પીરસતા વ્યક્તિ પર હુમલો કર્યો અને તેને ખાવાનો પ્રયાસ કર્યો.

આ ભયાનક ઘટના દક્ષિણ આફ્રિકાના મેકરેલે પ્રિડેટર સેન્ટરમાંથી પ્રકાશમાં આવી છે. અહીં કામ કરતા માઈક હોજ જ્યારે તેને ખાવાનું આપવા ગયો હતો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. સિંહે માઈકને દૂર દૂર સુધી ખેંચી લીધો. આ પછી સિંહને શું થયું કે તેણે જડબામાંથી તેને ઈજાગ્રસ્ત અવસ્થામાં છોડી દીધો, ત્યારબાદ તેને તાત્કાલિક પાંજરામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે માઈકની હાલત સ્થિર છે અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોતે જ પ્રાણી સંગ્રહાલય ચલાવતા હતા

માઈક અને તેનો આખો પરિવાર દક્ષિણ આફ્રિકાના થાબાજીબીમાં સિંહ રિઝર્વની સંભાળ રાખે છે. માઈક ત્યાં સિંહોનું પ્રજનન કરાવે છે અને ઉછેર કરે છે. માઈક સિંહોને પોતાના બાળકની જેમ ઉછેરે છે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે ક્યારેક સિંહ તેના પર હુમલો કરશે. માઈક બાળપણથી જ તેના પર હુમલો કરનાર આ સિંહને ખોરાક ખવડાવતો હતો. સામાન્ય દિવસોની જેમ ઘટનાના દિવસે પણ તે સિંહના પાંજરામાં તેને ખોરાક આપવા ગયો હતો. પરંતુ તે દિવસે સિંહના મનમાં શું થયું કે તેણે માઈક પર હુમલો કરી દીધો.

આ પણ વાંચોઆ અઠવાડિયે વિશાળ ઉલ્કા પૃથ્વી સાથે ટકરાઈ શકે છે, NASAથી લઈ એલોન મસ્કનો પણ પરસેવો છૂટી ગયો! તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

પાંજરામાં ખોરાક આપવા ગયેલા માઈક પર સિંહે હુમલો કર્યો હતો. સિંહે માઈકને તેના જડબાથી પકડી લીધો અને તેને જંગલ તરફ ખેંચી ગયો. આ દરમિયાન બાકીનો સ્ટાફ બહારથી જોર જોરથી બૂમો પાડતો રહ્યો. સદનસીબે સિંહે અચાનક જ ઈજાગ્રસ્ત હાલતમાં માઈક છોડી દીધો અને પાછો ચાલી ગયો. આ સમયે માઈક હિલચાલ કરી રહ્યો ન હતો. લોકો તરત જ માઈકને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. માઈકના શરીર પર ઘણી જગ્યાએ સિંહના દાંતના નિશાન હતા, જ્યાં ડોક્ટરોએ ટાંકા લીધા હતા. હવે માઈકની હાલત સુધરી રહી છે. જો કે, આ ઘટના બાદ માઈકને સિંહને લઈ થોડો ડર પેદા થયો છે પરંતુ તેણે પોતાનું પ્રાણી સંગ્રહાલય આગળ ચલાવવાનું નક્કી કર્યું છે.
Published by: kiran mehta
First published: May 5, 2022, 12:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading