પોતાને આર્મી મેજર કહીને 17 પરિવારને આપ્યો લગ્નનો વાયદો, ધોરણ-9 પાસે 6.5 કરોડ રૂપિયા ખંખેરી દીધા

News18 Gujarati
Updated: November 22, 2020, 12:29 PM IST
પોતાને આર્મી મેજર કહીને 17 પરિવારને આપ્યો લગ્નનો વાયદો, ધોરણ-9 પાસે 6.5 કરોડ રૂપિયા ખંખેરી દીધા
ઈન્ડિયન આર્મીનું નકલી આઇડી કાર્ડ, નકલી માર્કશીટ, નકલી આધાર કાર્ડના આધારે આ ‘નટવરલાલે’ પાથરી હતી છેતરપિંડીની માયાજાળ

ઈન્ડિયન આર્મીનું નકલી આઇડી કાર્ડ, નકલી માર્કશીટ, નકલી આધાર કાર્ડના આધારે આ ‘નટવરલાલે’ પાથરી હતી છેતરપિંડીની માયાજાળ

  • Share this:
નવી દિલ્હીઃ હૈદરાબાદ (Hyderabad)માં ઠગીનો એક એવો મામલો સામે આવ્યો છે જેને સૌને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. મૂળે અહીં એક વ્યક્તિએ પોતાને આર્મીના અધિકારી હોવાનું જણાવીને લગભગ 17 લોકો સાથે ઠગી કરી. આ ઠગી તેણે લગ્ન કરવાનો વાયદો આપીને કરી છે. તેણે આ છેતરપિંડીમાં 17 લોકો પાસેથી 6.61 કરોડ રૂપિયાની ઠગી કરી લીધી. જોકે બાદમાં પોતાની જાતને આર્મી અધિકારી ગણાવતાં આ નકલી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.

મળતી જાણકારી મુજબ, આરોપીનું નામ મધુવથ શ્રીનુ નાયક ઉર્ફે શ્રીનિવાસ ચૌહાણ છે. તે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કેલ્લમપલ્લી ગામનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ જાણવા મળ્યું કે તેણે છેતરપિંડીના નાણાથી સૈનિકપુરીમાં એક મકાન, ત્રણ કાર અને એશો આરામનો બીજો સામાન ખરીદ્યો હતો. પોલીસને તેની પાસેથી ત્રણ નકલી પિસ્તોલ, આર્મીના ત્રણ યૂનિફોર્મ, એક નકલી આર્મી આઇડી કાર્ડ અને કેટલાક નકલી દસ્તાવેજ જપ્ત કર્યા છે.

આ પણ વાંચો, ‘હનીમૂન હોટલ’માંથી પકડાયા ચાર પ્રેમી જોડા, ગેરકાયદેસર ધંધાનો થયો મોટો ખુલાસોપોલીસે આ મામલે તમામ જાણકારી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ, મધુવુથ ધોરણ-9 સુધી જ ભણેલો છે. તેની પાસે પોસ્ટ ગ્રેજ્યૂએશનની નકલી ડિગ્રી પણ છે. તેની પત્નીનું નામ અમૃતા દેવી છે. તેને એક દીકરો પણ છે જે ઇન્ટરમાં અભ્યાસ કરે છે. તેની પત્ની દીકરા સાથે આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહે છે. પરંતુ તે પોતે હૈદરાબાદમાં સૈનિકપુરી, જવાહર નગરમાં રહે છે. તેણે પોતાના પરિવારને જણાવ્યું કે તેને ઈન્ડિયન આર્મીમાં નોકરી મળી ગઈ છે અને તે મેજર બની ગયો છે.

આ પણ વાંચો, માત્ર 42 રૂપિયામાં મળશે આજીવન પેન્શન, 2.50 કરોડ લોકો લઈ ચૂક્યા છે આ સરકારી સ્કીમનો લાભ

પોલીસે તેની પાસેથી એક નકલી આધાર કાર્ડ પણ જપ્ત કર્યું છે. તેમાં તેણે પોતાની જન્મતારીખ 12-07-1979ને બદલે 27-07-1986 દર્શાવી છે. પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે તે મેરેજ બ્યૂરો કે પોતાના પરિચિતોના માધ્યમથી એવા પરિવારોને શોધતો હતો જે પોતાની દીકરીનું લગ્ન કરાવવા માંગતા હોય. ત્યારબાદ તે પોતાના નકલી આર્મી આઈડી કાર્ડ અને ફોટો યુવતીના ઘરવાળાઓને દર્શાવતો હતો અને તેમને પોતાની ઠગીની જાળમાં ફસાવી દેતો હતો.
Published by: Mrunal Bhojak
First published: November 22, 2020, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading