'4 છોકરીઓએ મને બંધક બનાવીને જંગલમાં રેપ કર્યો', ફેક્ટરીના કર્મચારીએ પોલીસને સંભળાવી ફિલ્મી વાર્તા!

News18 Gujarati
Updated: December 8, 2022, 2:52 PM IST
'4 છોકરીઓએ મને બંધક બનાવીને જંગલમાં રેપ કર્યો', ફેક્ટરીના કર્મચારીએ પોલીસને સંભળાવી ફિલ્મી વાર્તા!
મજૂરે ફરિયાદ કરી છે કે છોકરીઓએ તેનું અપહરણ કર્યું.

Man Claims to Raped by 4 Women: એક ફેક્ટરીમાં કામ કરતા એક મજૂરે પોલીસને ફરિયાદ કરી છે કે 4 છોકરીઓએ પહેલા તેનું અપહરણ કર્યું અને પછી તેને જંગલમાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો અને તેને મરવા માટે છોડી દીધો. આ પોતાનામાં જ એક વિચિત્ર કિસ્સો છે.

  • Share this:
Man Abducted and Raped by Women: તમે આપણા સમાજમાં અપહરણ અને બળાત્કારની ઘણી ઘટનાઓ સાંભળી હશે. તે કોઈપણ દેશ અને સમાજ માટે શરમજનક બાબત છે. જો કે આજે અમે તમને બળાત્કારનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાનામાં જ આશ્ચર્યજનક છે. અમે દાવો (Man Claims to Raped by 4 Women) કરીએ છીએ કે તમે આ પ્રકારની વાર્તા પહેલા ક્યારેય જોઈ નઈ હોય અને આ ફરિયાદ સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

ફેક્ટરીમાં કામ કરતા મજૂરે પોલીસમાં ફરિયાદ કરી છે કે 4 છોકરીઓએ પહેલા તેનું અપહરણ કર્યું અને પછી તેને જંગલમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર (Man Raped By Women) કર્યો અને તેને મરવા માટે ત્યાં છોડી દીધી. આ પોતાનામાં જ એક વિચિત્ર કિસ્સો છે. આ મામલો પંજાબના જલંધરનો છે અને જે વ્યક્તિએ આ આરોપ લગાવ્યો છે તે ચામડાની ફેક્ટરીમાં કામ કરે છે.

કારમાં કર્યું અપહરણમિરરના રિપોર્ટ અનુસાર, ફેક્ટરી વર્કરનો દાવો છે કે તેને રસ્તામાં સફેદ કારમાં મુસાફરી કરતી યુવતીઓએ અટકાવ્યો હતો. તે સમયે તે પગપાળા જઈ રહ્યો હતો. છોકરીઓ અંગ્રેજીમાં વાત કરી રહી હતી, પછી તેઓએ તેને પંજાબીમાં સરનામું પૂછ્યું.

આ પણ વાંચો: શખ્સને જમણી આંખમાં ઉછરી રહ્યો હતો માખીઓનો પરિવાર

તે સરનામા સાથેની પત્રિકા વાંચી રહ્યો હતો ત્યારે એક છોકરીએ તેની આંખમાં સ્પ્રે છાંટ્યો. તેણે દૃષ્ટિ ગુમાવી દીધી અને જ્યારે તેની આંખ ખુલી ત્યારે તે આંખો બંધ કરીને કારમાં બેઠો હતો. તેઓ તેને જંગલમાં લઈ ગયા અને તેને સખત દારૂ પીવડાવ્યો. મજૂરનો દાવો છે કે છોકરીઓએ તેની સાથે બળાત્કાર પણ કર્યો અને કેટલાક કલાકો સુધી તેની સાથે મારપીટ કરી.આ પણ વાંચો: સરમુખત્યારનું વિચિત્ર ફરમાન, બાળકોનું નામ રાખો 'બોમ્બ' અને 'ગન'!

પોલીસે તપાસ કરી શરૂ


મજૂરનો દાવો છે કે આ પ્રક્રિયા સવારે 3 વાગ્યા સુધી ચાલુ રહી. તેઓએ તેને હાથ બાંધીને ત્યાં છોડી દીધો. કોઈક રીતે તે પોતાના ઘરે પહોંચ્યો. મજૂરે આખી વાત તેની પત્નીને કહી, ત્યારબાદ તેણે તેને પોલીસ ફરિયાદ ન કરવાની સલાહ આપી. જોકે મજૂરે જાતે જઈને સમગ્ર વાત પોલીસને જણાવી હતી. ફરિયાદ અનુસાર, 4 છોકરીઓની ગેંગે તેના પર બળાત્કાર કર્યો અને તેને જંગલમાં મરવા માટે છોડી દીધી. પંજાબ પોલીસે પણ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
Published by: Riya Upadhay
First published: December 8, 2022, 2:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading