સોશિયલ મીડિયામા (Social Media) જાદૂનાં વીડિયો (Magic Videos) લોકોને જોવા ગમે છે. કેટલાક લોકો જાદૂની ટ્રિકને (Magic Trick)સમજી શકે છે જ્યારે કેટલાકનાં મગજ ચકરાવે ચઢે છે. પૂર્વ બાસ્કેટ બોલ પ્લેયર રેક્સ ચૈપમેને (Rex Chapman) એક જાદૂનો વીડિયો શેર કર્યો છે. જે ઘણો જ વાયરસ થઇ રહ્યો છે. જેમા એક માણસ જાહેર રસ્તા પર આવીને અચાનક હાથમાં ડંડો પકડીને હવામાં અધ્ધર બેસી (Man Sit On Air) જાય છે.
રસ્તા પર જઇ રહેલા લોકો બધા ઉભા રહી જાય છે. આ જોઇને લોકો પોતાના મોબાઇલમાં વીડિયો કેદ કરવા લાગે છે. સાયકલ પર જઇ રહેલો એક વ્યક્તિ આ જોઇને અચાનક ઉભો રહી ગયો અને તે પણ હેરાનીથી આ બધું જ જોવા લાગ્યો.
વીડિયોમાં અધ્ધર બેઠેલો વ્યક્તિ રસ્તા પર આવે છે. તેના હાથમાં એક ડંડો જ છે. જેની મદદથી તે હવામાં અધ્ધર બેસી જાય છે. તેની નીચે એક રૂમાલ પાથરેલો છે. બારી કંઇ જ તેની આસપાસ દેખાતુ નથી. કેટલીક મિનિટો સુધી હવામાં બેસીને આ વ્યક્તિ નીચે જમીન પર બેસી જાય છે.
આ વીડિયો પૂર્વ ફૂટબોલ પ્લેયર રેક્સ ચૈપમૈને 14 જુલાઇનાં રોજ શેર કર્યો હતો. જેને અત્યાર સુધી 14 લાખથી વધારે વ્યૂઝ મળી ગયા છે. સાથે જ 26 હજારથી વધારે લાઇક્સ અને 6 હજારથી વધુ રીટ્વિટ અને કમેન્ટ્સ કરવામાં આવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, જાદૂ માટે આવો, અંત સુધી જુઓ, એક માણસનાં કેવા હોશ ઉડી ગયા.
લોકોએ આ વીડિયો જોઇને જ જાદૂની ટ્રિક પકડી લીધી.
એક યૂઝરે ટ્રિક સમજાવતો એક ફોટો પોસ્ટ કર્યો છે જ્યારે અન્ય વ્યક્તિએ એક વીડિયો પોસ્ટ કરીને આ જાદૂની ટ્રિક સમજાવી છે.