શેવિંગ કરાવવા માટે બ્યુટી પાર્લર પહોંચ્યો વાંદરો, સાહેબની જેમ ટ્રિમરથી કરાવી દાઢી

Riya Upadhay | News18 Gujarati
Updated: December 4, 2021, 12:01 AM IST
શેવિંગ કરાવવા માટે બ્યુટી પાર્લર પહોંચ્યો વાંદરો, સાહેબની જેમ ટ્રિમરથી કરાવી દાઢી
લોકોને આ વીડિયો જોરદાર પસંદ આવી રહ્યો છે. તસવીર- ટ્વિટર

સોશિયલ મીડિયા (Social Media) પર એક રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે (Funny Viral Video). આ વીડિયોમાં એક વાંદરો શેવ કરવા માટે સલૂનમાં પહોંચ્યા હતા. આ વીડિયો આઇપીએસ અધિકારી રુપિન શર્મા (Rupin Sharma) દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમાં એક વાંદરાને સલૂનમાં આરામથી બેસીને દાઢી બનાવતો નજરે ચઢ્યો હતો (Monkey In Beauty Parlour).

  • Share this:
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. ચોંકાવનારા વીડિયો (Shocking Video)થી માંડીને રમૂજી વીડિયો લોકોને ગમે છે. આમાંના કેટલાકને જોવાથી તમારો બગડેલો મૂડ સારો થઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વાંદરો દાઢી બનાવતો નજરે ચઢી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને આઇપીએસ ઓફિસર રુપિન શર્માના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ રમૂજી વીડિયો લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

અધિકારીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું - હવે સ્માર્ટ લાગે છે. 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં વાંદરો આજુબાજુ જોતો જોવા મળ્યો હતો. પછી તેણે ખૂબ જ સરળતાથી શેવિંગ કરાવી.

આ પણ વાંચો: Weird: કપડાં વગર મોલમાં ફરતી જોવા મળી આ મહિલા, સિક્યોરિટીએ ધક્કો મારીને બહાર કાઢી

વાળંદ વાંદરાને ટ્રીમરથી શેવ કરતો જોવા મળ્યો હતો. તેની આસપાસ ઘણા લોકો બેઠા હતા. બધા વાંદરાને શેવિંગ કરતા અને આનંદ માણતા જોઈ રહ્યા હતા. આ વીડિયો જોતા જ વાયરલ થયો હતો. લોકોએ વીડિયો પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે લગ્ન પહેલા વાંદરો તૈયાર થવા પહોંચ્યો હતો.આ પણ વાંચો: જવાનીમાં અલગ થઇ ગયા હતા પ્રેમી યુગલ, હવે 35 વર્ષ પછી કર્યા લગ્ન, ઘણી દર્દભરી છે આ કહાની

બીજી તરફ એક વ્યક્તિએ લખ્યું, "શું આ વાંદરાને જોઈને કોઈ બીજાને પણ શેવ કરાવવાનું મન થાય છે ?" ઘણા લોકોએ લખ્યું હતું કે આનાથી વઘુ મજેદાર નથી જોયો. પ્રાણીઓના રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લોકોને આ વીડિયો જોવાનું અને શેર કરવામાં ગમે છે.
Published by: Riya Upadhay
First published: December 4, 2021, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading