Video: જોગિંગ કરતી મહિલા પાછળ 100 ઘેટાંઓ ભાગવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: September 24, 2022, 8:32 AM IST
Video: જોગિંગ કરતી મહિલા પાછળ 100 ઘેટાંઓ ભાગવા લાગ્યા, વીડિયો થયો વાયરલ
100થી વધારે ઘેટાંઓ મહિલાને માલિક સમજીને ફોલો કરવા લાગ્યા

viral video: આ દિવસો ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 100થી વધારે ઘેટાંઓ એક મહિલાનો પીછો કરતા નજરે પડી રહ્યા છે, જે જોગિંગ કરી રહી છે. મહિલાએ જણાવ્યુ કે, ઘેટાં રસ્તા ભટકી ગયા હશે અને જ્યારે તેમણે તેને જોઈ, તો તેનો પીછો કરવા લાગ્યા. પરંતુ જ્યારે તે મહિલા ફરીથી દોડવા લાગી, તો ઘેટાં પણ દોડવા લાગ્યા હતા.

  • Share this:
નવી દિલ્હીઃ તમે હિન્હીમાં એક શબ્દ તો જરૂર સાભળ્યો હશે, ‘भेड़चाल’. આનો અર્થ થાય છે કે, બીજાની દેખાદેખીમાં કોઈ કામ કરવું. એવુ એટલા માટે, કારણ કે ઘેટાં આવું જ કરે છે. તે ટોળામાં જ ચાલે છે અને આગળ વાળા ઘેટાંને જોઈને એક જ દિશામાં માથુ નમાવીને ચાલતા જાય છે. પછી તે પણ નથી જોતા કે, તે કઈ દિશામાં જઈ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટોળાની માનસિકતાનો એક અનોખો નમૂનો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સેંકડો ઘેટાંઓ દેખાઈ રહ્યા છે જે એકબીજાને નહિ, પરંતુ એક મહિલાને ફોલો કરી રહ્યા છે.

ઘેટાં મહિલાને જ માલિક સમજી બેઠા


ટ્વીટર એકાઉન્ટ ‘ગૂડન્યૂઝ મૂવમેન્ટ’ સકારાતમ્ક અને મનોરંજનથી ભરપૂર વીડિયો પોસ્ટ કરવા માટે પ્રસિદ્ધ છે. હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં 100થી વઘારે ઘેટાં એક મહિલાનો પીછો કરી રહ્યા છે જે જોગિંગ કરતી નજરે પડી રહી છે. ઘેટાં તેમના ભરવાડ સાથે હરતા-ફરતા હોય છે. જ્યાં ભરવાડ જાય છે, ત્યાં તેઓ જતા હોય છે. પરંતુ આ વીડિયોમાં તો એવુ લાગી રહ્યુ છે કે, જોગિંગ પર નીકળેલી મહિલા જ તેમની માલિક બની ગઈ છે.





આ પણ વાંચોઃ 48 માળની ઈમારત પર દોરડા વગર ચઢ્યો 'સ્પાઈડર મેન', 60 વર્ષની ઉંમરે બતાવ્યું પરાક્રમ!

ઘેટાં મહિલાનો પીછો કરવા લાગ્યા


એલેનોર સ્કોલ્સ નામની એક મહિલાએ જણાવ્યુ કે, આ વીડિયો ફ્રાન્સનો છે. તે હાઈકિંગ પર ગઈ હતી, ત્યારે વચ્ચે તેમને એક મહિલા દોડવીર દોડતી જોવા મળી અને તેની પાછળ-પાછળ 100થી વધારે ઘેટાં ભાગી રહ્યા હતા. જ્યારે મહિલા એલેનોરને જોઈને રોકાઈ ગઈ તો ઘેટાં પણ રોકાઈ ગયા. તે મહિલાએ જણાવ્યુ કે, ઘેટાં રસ્તા ભટકી ગયા હશે અને જ્યારે તેમણે તેને જોઈ, તો તેનો પીછો કરવા લાગ્યા. પરંતુ જ્યારે તે મહિલા ફરીથી દોડવા લાગી, તો ઘેટાં પણ દોડવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ બે મોં અને ચાર આંખોવાળી માછલીનો વીડિયો વાયરલ, સામાન્ય લોકોની સાથે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં મૂકાયા 

વીડિયો પર લોકોનો પ્રતિસાદ


ગુડન્યૂઝ મૂવમેન્ટ એકાઉન્ટ પર જ્યાં આ વીડિયોને 36 લાખ લોકોએ નિહાળ્યો છે, ત્યાં એલેનોરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને બે કરોડથી વધારે વ્યૂજ મળી ગયા છે. દરેક વ્યક્તિ આ જોઈને સ્તબ્ધ છે કે, આખરે ઘેટાં કેવી રીતે પીછો કરી શકે છે. કેટલાય લોકોએ કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે, ઘેટાંઓએ મહિલાને જ તેમની ટીમની લીડર માની લીધી છે. કોઈક લોકોએ મજાકમાં લખ્યુ છે કે, મહિલાએ આખું ટોળું જ ચોરી લીધુ છે અને તેમને લઈને ભાગી રહી છે.
Published by: Sahil Vaniya
First published: September 24, 2022, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading