હેવાનિયતની હદ! ચારિત્રય પર શક જતા પતિએ સોઈ-દોરાથી પત્નીનો પ્રાઇવેટ પાર્ટ સીવી દીધો

News18 Gujarati
Updated: August 28, 2021, 11:00 AM IST
હેવાનિયતની હદ! ચારિત્રય પર શક જતા પતિએ સોઈ-દોરાથી પત્નીનો પ્રાઇવેટ પાર્ટ સીવી દીધો
પ્રતીકાત્મક તસવીર:

પીડિતા પત્ની 24 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી,

  • Share this:
મધ્યપ્રદેશના સિંગરૌલીમાં અન્ય સાથેના સંબંધોની શંકાએ પતિએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. પતિએ પત્નીનો (husband wife) પ્રાઇવેટ પાર્ટ સોઈ અને દોરાથી (Husband Sew Wife’s Private Part) સીવી નાંખ્યો હતો. પત્નીએ પોલીસ પાસે પહોંચીને તેની હાલત જણાવી, પણ વિનંતી કરી કે પતિને ઠપકો આપ્યા બાદ તેને છોડી દેવો.

પતિને પત્ની પર હતો શક

આ મામલો સિંગરૌલીના મડા પોલીસ સ્ટેશન વિસ્તારની બંધૌરા ચોકીનો છે. મહિલાનો પતિ બનાવટી તબીબ છે. પતિને શંકા હતી કે, પત્ની કોઈ સાથે નાઝાયઝ સંબંધ ધરાવે છે. આ કારણે તેણે પત્નીના પ્રાઈવેટને પાર્ટ પર સોઈ અને દોરાથી ટાંકા મારીને સીલ કરી દીધો હતો. પીડિતા પત્ની 24 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી, પરંતુ તેની સાથે પતિને ઠપકો આપીને છોડી દેવાની પણ વિનંતી કરી હતી.

હાલ તબીબી તપાસ ચાલી રહી છે

મહિલા 45 વર્ષની છે જ્યારે તેનો પતિ 57 વર્ષનો છે. પત્નીની ફરિયાદના આધારે, પોલીસે ગુનો નોંધી ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે. મહિલાની તબીબી તપાસ પણ કરવામાં આવી છે. તેની હાલત ઠીક છે.

આ પણ વાંચો- ભારતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં 46,759 નવા કેસ, 509 મોતક્રૂરતાનો શિકાર બનેલી પત્નીનું કહેવું છે કે, જો પતિ સામે પગલાં લેવામાં આવે તો પરિવાર પર લોકો હસશે. પરિવારના અન્ય સભ્યોએ પણ આરોપીને માફ કરવાની વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે, જો બાબત વધુ ચર્ચામાં આવશે તો પરિવાર વિખેરાઈ જશે.

અમદાવાદમાં કપલે સેક્સ કરવા માટે પ્રાઇવેટ પાર્ટ સીલ કર્યો હતો

અમદાવાદમાં (Ahmedabad) પણ આ પ્રકારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જુહાપુરા વિસ્તારનો મૃતક સલમાનના ગુપ્તાંગમાં ફેવિક્વિક (feviquick) નાંખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાંખી દેવામાં આવ્યો હતો. આ રીતે યુવકનું રહસ્યમય મોત (Mysterious murder) નીપજ્યું છે. જોકે, આ કેસમાં પછીથી ખબર પડી કે, સલમાન અને પૂર્વ મંગેતર ડ્રગ્સનાં બંધાણી હતા. તેઓ બંનેએ નક્કી કર્યું હતું કે, તેઓ હોટલમાં જઇને ડ્રગ્સ લેશે અને પછી શારિરીક સંબંધ બાંધશે. પરંતુ તેઓ કોન્ડમ લઇ જવાનું ભૂલી ગયા હતા. જેથી તેમણે ફેવિક્વિકથી સલમાનનો પ્રાઇવેટ પાર્ટ સીલ કરી દીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. હજી આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: August 28, 2021, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading