Bird chanting Video: પક્ષી કરી રહ્યું છે 'હરે કૃષ્ણ, હરે રામ'ના જાપ? અનોખા દાવા સાથે વાયરલ થયો ચોંકાવનારો વીડિયો

News18 Gujarati
Updated: July 19, 2022, 4:37 PM IST
Bird chanting Video: પક્ષી કરી રહ્યું છે 'હરે કૃષ્ણ, હરે રામ'ના જાપ? અનોખા દાવા સાથે વાયરલ થયો ચોંકાવનારો વીડિયો
વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પક્ષી હરે કૃષ્ણના નારા લગાવી રહ્યું છે.

Birds speaking like humans: નવીન કુમાર જિંદાલ નામના વ્યક્તિએ હાલમાં જ પોતાના ટ્વિટર પર એક વીડિયો (Bird saying Hare Krishna viral video) પોસ્ટ કર્યો છે જેની ખૂબ જ ચર્ચા (Viral Video) થઈ રહી છે. તેણે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું- "જુઓ સનાતન ધર્મ શું શીખવે છે..!

  • Share this:
વિશ્વમાં આવા ઘણા પક્ષી (Birds speaking like humans)ઓ છે જે મનુષ્યની વાણીનું અનુકરણ કરે છે. આમાંનો એક પોપટ છે. વાસ્તવમાં, તમે પોપટને માણસોની જેમ શબ્દો બોલતા સાંભળ્યા હશે. જો કે, તેઓ માત્ર અવાજનું અનુકરણ કરે છે. ઘણી વખત લોકો પોપટનું નામ મિટ્ઠુ રાખે છે અને તેને વારંવાર સાંભળતા જ પોપટ મિટ્ઠુ બોલવા લાગે છે. પરંતુ આ દિવસોમાં એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પક્ષી ભગવાન (Bird chanting Hare Krishna) ને યાદ કરી રહ્યું છે.

નવીન કુમાર જિંદલ નામના વ્યક્તિએ હાલમાં જ પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેણે આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું- "જુઓ સનાતન ધર્મ શું શીખવે છે..! પક્ષીનો ખૂબ જ સુંદર અવાજ… હરે કૃષ્ણ…. હરે કૃષ્ણ”. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષી હરે કૃષ્ણનો જાપ કરી રહ્યું છે. જોતા એવું લાગે છે કે મેના પક્ષી (Myna bird chanting Hare Krishna) હરે કૃષ્ણનો જપ કરે છે.

પક્ષી દ્વારા ભગવાનનો જપ કરવાનો દાવો

વીડિયોમાં પક્ષી જોવા મળે છે જે એક રૂમની અંદર જમીન પર બેઠું છે. તેની સામે એક વ્યક્તિ છે જે વીડિયો બનાવીને પક્ષીને હરે કૃષ્ણ કહેતા શીખવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ 'હરે કૃષ્ણ' કહે છે, ત્યારે પક્ષી પણ તેની સાથે બોલે છે. પંખીનો અવાજ સાંભળીને એવું લાગે છે કે તે પણ હરે કૃષ્ણ બોલી રહ્યું છે. તે પછી વ્યક્તિ કહે છે - "હરિ બોલ" તો પક્ષી પણ પોતાની રીતે એ જ વાતનું પુનરાવર્તન કરે છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે પક્ષી પણ હરિનો જાપ કરી રહ્યું છે.



આ પણ વાંચો: વાંદરાઓેને પણ લાગ્યો સોશિયલ મીડિયાનો ચસ્કો, સ્માર્ટ ફોન છોડવા જ નથી તૈયાર!

લોકોએ પ્રતિક્રિયા આપી, વીડિયો પર ઉઠાવ્યા પ્રશ્નો
આ વાયરલ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક અને રિટ્વીટ કર્યું છે. આ એક વાયરલ વિડીયો હોવાથી તેની સત્યતા ચકાસવામાં આવી નથી, તેથી તે વિડીયો સાચો છે તેવું ચોક્કસ કહી શકાય તેમ નથી. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: માછીમારોની જાળમાં ફસાઈ 16 ફૂટની શ્રાપિત માછલી, જોતા જ થઈ જાય છે દુર્ઘટના!

એકે કહ્યું- આ મૈના પક્ષી છે. પ્રાચીન કાળમાં પોપટ અને મૈના મંડનમિશ્રાના દ્વાર પર વાદ-વિવાદ કરતા હતા. એક મહિલાએ વીડિયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ વીડિયોને એડિટ પણ કરી શકાય છે કારણ કે તેને જોવો અશક્ય લાગે છે.
Published by: Riya Upadhay
First published: July 19, 2022, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading