Video: ડ્રાઈવિંગ કરતી વખતે માણસે Mahindra Thar માંથી ફેંક્યા પૈસા, થઈ ધરપકડ; વાંચો આખો મામલો

News18 Gujarati
Updated: May 31, 2022, 10:47 PM IST
Video: ડ્રાઈવિંગ કરતી વખતે માણસે Mahindra Thar માંથી ફેંક્યા પૈસા, થઈ ધરપકડ; વાંચો આખો મામલો
પોલીસે મહિન્દ્રા થાર જપ્ત કરી લીધી છે અને કારના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. (Image credit- Twitter/@Nishantjournali)

Viral Video: વાયરલ થયેલા વિડીયોમાં યુવક સાર્વજનિક સડકો પર થાર ચલાવતી વખતે પૈસા ફેંકવા ઉપરાંત સાયરન પણ વગાડી રહ્યો છે. ભારતમાં કાનૂન મુજબ વાહનોમાં હૂટર અને સાયરન લગાવવા પર પ્રતિબંધ છે.

  • Share this:
Mahindra Thar Driver Viral Video: આજે સોશિયલ મીડિયા ક્ષણિક ફેમ મેળવવા માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. લોકો ઇન્ટરનેટ પર છવાઈ જવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. ઘણી વખત આપણી સામે એવા કિસ્સા બન્યા છે જેમાં વ્યક્તિ કંઈક અલગ કરવાના ચક્કરમાં મુસીબતમાં ફસાઈ જાય. નોયડાના એક યુવકે સાર્વજનિક રસ્તા પર વ્હીકલ ચલાવતી વખતે મહિન્દ્રા થાર (Mahindra Thar)માંથી પૈસા ફેંકવાનો નિર્ણય કર્યો. બીજા વ્હીકલમાં સવાર એક અન્ય વ્યક્તિએ તેનો વિડીયો બનાવ્યો હતો.

આ ગાડી અને ચાલકનો વધુ એક વિડીયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સાર્વજનિક સડકો પર થાર ચલાવતી વખતે ડ્રાઇવર સાયરન વગાડી રહ્યો છે. ભારતમાં કાનૂન મુજબ વાહનોમાં હૂટર અને સાયરન લગાવવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો: Viral: વર-કન્યાએ ફૂલોને બદલે એકબીજાને પહેરાવી ‘સાપો’ની માળા, Video જોઈને ગભરાઈ ગયા લોકો!

ત્યારબાદ પોલીસ કમિશનર ગૌતમ બુદ્ધ નાગરે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં Mahindra Thar પોલીસ પરિસરમાં ઊભેલી જોવા મળે છે. પોલીસે માલિક પાસેથી મહિન્દ્રા થાર જપ્ત કરી લીધી છે અને કારના માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે જે વાહનમાંથી પૈસા ઉડાડતો હતો અને પોતાની કાર પર હૂટરનો ઉપયોગ કર્યો હતો.પોલીસે એ માણસ પર લાગેલી કલમોનો ખુલાસો કર્યો ન હતો જેના હેઠળ માલિકને પકડવામાં આવ્યો હતો, પણ આ ખતરનાક ડ્રાઇવિંગ અને રસ્તા પર અન્ય મોટર ચાલકોનું ધ્યાન ભંગ કરવાનો મામલો લાગે છે. સાથે જ ભારતમાં પર્સનલ કાર પર હૂટર અને સાયરન લગાવવું ગેરકાયદેસર છે અને તે બદલ વાહનને જપ્ત કરી શકાય છે. માત્ર આપાતકાલિન વાહન પર જ આ લગાવી શકાય છે.

આ પણ વાંચો: Viral Video: મહિલાઓએ જીમમાં ટ્રેડમિલ પર કર્યા ગરબા! ઇન્ટરનેટ રહી ગયું દંગ, કહ્યું- આ બહુ ખતરનાક છે!

ડિજિટલ ચલણથી સાવધાન

વાયરલ થઈ રહેલી ઘટનાઓનો મતલબ છે કે વધુમાં વધુ લોકો સાર્વજનિક માર્ગો પર સ્ટન્ટ કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. હંમેશા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ પ્રકારના સ્ટન્ટ હંમેશા અત્યંત સાવધાની અને નિષ્ણાતોની મદદથી જ કરવા જોઈએ. જ્યારે આપણે કોઈ વસ્તુ ઓનલાઈન કે ટીવી પર જોઈએ છીએ, તે એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ થાય છે, જેમાં પૂરેપૂરી સેફ્ટી હોય છે.

પોલીસે હવે ચલણ ઓનલાઇન મોકલવાનું શરુ કર્યું છે જેથી ઘટના સમયે તેમને કોઇપણ ભૌતિક ઉપસ્થિતિની જરૂરિયાત ન હોય. ઉલ્લંઘનની એક નાનકડી ક્લિપ કે સીસીટીવી ફૂટેજ પણ પોલીસ માટે ઉલ્લંઘનકર્તાને પકડવા માટેનો પર્યાપ્ત પુરાવો છે.
Published by: Nirali Dave
First published: May 31, 2022, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading