વિદેશમાં ઓનલાઇન આટલા હજારમાં વેચાઈ રહી છે ચોખાની બોરી, લોકોના ઉડ્યા હોશ

News18 Gujarati
Updated: September 10, 2020, 3:57 PM IST
વિદેશમાં ઓનલાઇન આટલા હજારમાં વેચાઈ રહી છે ચોખાની બોરી, લોકોના ઉડ્યા હોશ
તસવીર સૌજન્યઃ @naahrun

હવે જ્યારે પણ તમે બાસમતી ચોખા ખરીદો તો તેની બોરીને ફેંકી ન દેતા! જાણો આ શું છે કારણ

  • Share this:
નવી દિલ્હીઃ હવે જ્યારે પણ તમે બાસમતી ચોખા (Basmati Rice) ખરીદો તો તેની બોરીને ફેંકી ન દેતા, તેને બદલે એને ટ્રેન્ડી ટોટ બેગ (Trendy Bag) બનાવો અને ઓનલાઇન સેલ કરી દો. સાંભળવામાં ભલે તમને અજબ-ગજબ જેવું લાગતું હોય પરંતુ વિદેશમાં ચોખાની બોરી (Basmati Rice Tote Bags) ને પણ હજારો રૂપિયામાં વેચવામાં આવી રહી છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર હજારો લોકો એ જાણીને દંગ રહી ગયા છે કે ‘બાસમતી ચોખાની બોરી’ હકીકતમાં હોય છે.

બાસમતી ચોખાની બોરી ગત સપ્તાહે લોકોના ધ્યાનમાં આવી જ્યારે એક ટ્વિટર યૂઝરે બાસમતી ચોખાની બોરીની તસવીર શૅર કરતાં લખ્યું કે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ હકીકત છે. જો કે બિલકુલ એવું લાગે છે કે બોરીમાંથી ચોખા કાઢીને તેને વેચવામાં આવી રહી છે.

આ પણ વાંચો, હોટલમાં પત્ની પ્રેમી સાથે પકડાતાં પતિ થયો બેકાબૂ, 1 મિનિટમાં માર્યા 31 ચંપલ

ભૂરા રંગની બોરી, જે એક સમયે હિમાલયની તળેટીથી સીધી બાસમતી ચોખાના 10 પાઉન્ડ (4.5 કિલોગ્રામ)ના ઉપયોગ કરતી હતી, ને હવે એક બેગ બનાવવા માટે ઝિપની સાથે ફિટ કરવામાં આવી છે. ટ્વિટર પર શૅર કરવામાં આવેલી તસવીર મુજબ, આ બાસમતી ચોખાની બોરીની કિંમત 15 ડૉલર (લગભગ 1100 રૂપિયા) છે.

આ પણ વાંચો, એક સમયે કંપનીમાં મેનેજરનો સંભાળતા હતા હોદ્દો, હવે શાકભાજી વેચવા લાચાર

આ ટ્વિટને 5 સપ્ટેમ્બરે શૅર કરવામાં આવ્યું હતું, જેને અત્યાર સુધી 74 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. સાથોસાથ 9 હજારથી વધુ રિ-ટ્વિટ અને 300થી વધુ રિએક્શન મળી ચૂક્યા છે. અનેક લોકોએ તેને રિસાઇકલ કરવાની સૌથી ઉત્તમ પદ્ધતિ ગણાવી છે તો કેટલાકે તેને છેતરપિંડી ગણાવી છે.
Published by: Mrunal Bhojak
First published: September 10, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading