અમેરિકાનો વિચિત્ર કેસ: પિતાએ પોર્ન કલેક્શન નષ્ટ કરી દેતા પુત્રએ 60 લાખનું વળતર માંગ્યું!

News18 Gujarati
Updated: November 6, 2020, 4:29 PM IST
અમેરિકાનો વિચિત્ર કેસ: પિતાએ પોર્ન કલેક્શન નષ્ટ કરી દેતા પુત્રએ 60 લાખનું વળતર માંગ્યું!
પ્રતિકાત્મક તસવીર

પુત્રએ ફરિયાદ દાખલ કરતા દાવો કર્યો છે કે પિતાએ પોર્ન ફિલ્મોનું જે કલેક્શન નષ્ટ કરી નાખ્યું છે તેની કિંમત 20 લાખ રૂપિયા છે.

  • Share this:
ન્યૂયોર્ક: અમેરિકામાં ખૂબ જ વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહીં એક પુત્રએ સગા પિતા પાસે 60 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. કારણ એવું છે કે પિતાએ તેનું એડલ્ટ ફિલ્મનું કલેક્શન નષ્ટ કરી દીધું હતું. આ ઘટના અમેરિકાના મિશિગન રાજ્યની છે. અહીં એક પુત્રએ ખૂબ મોટી સંખ્યામાં એડલ્ટ ફિલ્મોનું કલેક્શન પોતાની પાસે રાખ્યું હતું. જોકે, પિતાએ આ એડલ્ટ ફિલ્મનું કલેક્શન નષ્ટ કરી નાખ્યું હતું. જે બાદમાં પુત્રએ પોતાના પિતા સામે જ કેસ ફાઇલ કરીને 86 હજાર ડૉલર એટલે કે 60 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. ચાર્લી નામનો આ યુવક પોતાની પત્ની સાથે છૂટાછેટા લીધા બાદ ગ્રેન્ડ હેવેન સ્થિત પોતાના માતાપિતાના ઘરે રહેવા માટે આવ્યો હતો. તે પોતાના માતાપિતાના ઘરમાં 10 મહિના સુધી રોકાયો હતો. આ દરમિયાન ઘરમાં કામ ચાલી રહ્યું હોવાથી તેણે ત્યાંથી જવું પડ્યું હતું.

ચાર્લી આ દરમિયાન ઇન્ડિયાના ચાલ્યો ગયો હતો. જે બાદમાં ચાર્લીના માતાપિતા ઇન્ડિયાના ગયા હતા અને ચાર્લીને તેનો સામાન પરત આપ્યો હતો. જે બાદમાં માતાપિતા પરત આવી ગયા હતા. પરિવારે ચાર્લીના 12 બોક્સ આપ્યા ન હતા, જેમાં તેણે એડલ્ટ ફિલ્મોનું કલેક્શન રાખ્યું હતું. ચાર્લીએ છેલ્લા અનેક વર્ષોથી આ ફિલ્મો એકઠી કરી રાખી હતી. ચાર્લીએ જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે તેના પિતાએ કહ્યું કે તેમણે ફિલ્મોનું કલેક્શન નષ્ટ કરી નાખ્યું છે. જે બાદમાં ચાર્લીએ પોલીસ કેસ દાખલ કર્યો હતો. સાથે દાવો કર્યો હતો કે આ કલેક્શનની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે. જે બાદમાં ચાર્લીએ પોતાના પિતા પાસેથી 60 લાખ રૂપિયાનું વળતર માંગ્યા હતું.

આ પણ વાંચો: આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ફરી વિવાદમાં સપડાયો, બિલ્ડિંગ બનાવી સુવિધા ન આપ્યાનો આરોપ

ચાર્લીના માતાપિતાએ જણાવ્યું કે તેમણે 12 બોક્સ ભરીને એડલ્ટ ફિલ્મોનું કલેક્શન અને બે બોક્સમાં રહેલા સેક્સ ટોયઝને નષ્ટ કરી નાખ્યા હતા. ચાર્લીએ પિતાને કરેલા ઇમેઇલમાં લખ્યું હતું કે જો તમને મારા કલેક્શનથી કોઈ પરેશાની હોય તો તમારે મારી સાથે વાત કરવી જોઈએ, તેને નષ્ટ કરી દેવાની જરૂર ન હતી.

આ પણ જુઓ-
આ અંગે ચાર્લીના પિતાએ જણાવ્યું કે, કલેક્શન નષ્ટ કરવા પાછળ એક ખાસ કારણ હતું. દીકરના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની ચિંતા કરતા તેમણે આવું કર્યું હતું. પિતાના કહેવા પ્રમાણે પોર્ન ફિલ્મ જોવાની આદતને કારણે જ તેને સ્કૂલ અને કૉલેજમાંથી પોર્ન સામગ્રી વેચવાના આરોપમાં કાઢી મૂકવામાં આવ્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: November 6, 2020, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading