10 વર્ષ પહેલા મૃત્યું પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના

News18 Gujarati
Updated: September 21, 2020, 4:17 PM IST
10 વર્ષ પહેલા મૃત્યું પામેલી મહિલાથી પોલીસને લાગે છે ડર, વાંચો ફિલ્મી સ્ટોરી જેવી ઘટના
પ્રતિકાત્મક તસવીર

પોલીસે વિજય બાથમની જ ધરપકડ કરી હતી. તેની સામે પોલીસે શાંતિ ભંગની કલમો લગાવીને દંડ ભરાવ્યો હતો. આ સાથે પીડિત વિજય બાથમની મૃત પત્ની મિથલેસ કુમારીને પણ શાંતિભંગમાં પ્રતિબંધિત કરી દીધી હતી.

  • Share this:
ઔરૈયાઃ ઉત્તર પ્રદેશ પોલીસ પોતાના અજીબો ગરબી કારસ્તાન માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજો મામલો ઔરૈયા પોલીસનો આવ્યો છે. જ્યાં એક મૃત મહિલાથી શાંતિ ભંગ થવાનો ખતરો છે. પોલીસે મૃતક મહિલાને કાયદો વ્યવસ્થાય કાયમ રાખવા માટે 107/16માં પ્રતિબંધિત કરી દીધી હતી. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઉપજિલ્લાધિકારી કાર્યાલયના પેશકારે મહિલાનું નામ કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લીધું હતું. જ્યારે મૃત મહિલા થકી કાયદો વ્યવસ્થા ખરાબ થવાની ખબર મીડિયામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.

ઔરૈયા જનપદની એરવાકટરા પોલીસે જે કારસ્તાન કર્યું છે તેનાથી ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે એરવાકટરા પોલીસ સ્ટેશનના ઉમરેન વિસ્તારમાં એક પ્લોટ ઉપર કેટલાક દબંગોએ કબ્જો કરવાની કોશિશ કરી હતી.

જેના પગલે પીડિત વિજય બાથમે એરવાકટરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે વિજય બાથમની જ ધરપકડ કરી હતી. તેની સામે પોલીસે શાંતિ ભંગની કલમો લગાવીને દંડ ભરાવ્યો હતો. આ સાથે પીડિત વિજય બાથમની મૃત પત્ની મિથલેસ કુમારીને પણ શાંતિભંગમાં પ્રતિબંધિત કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકો ફટાફટ ઉપાડવા લાગ્યા છે PFના પૈસા, રૂ. 48.35 કરોડ ચૂકવાયા, જાણો શું છે કારણ

મૃત મહિલાને કોર્ટમાં હાજર રહેવા માટે આવ્યું ફરમાન
વિજન બાથમને જ્યારે પોલીસકર્મી ઉપજિલ્લાધિકારી કોર્ટ લઈને પહોંચ્યા હતા તેની ફાઈલ ઉપર પેશકારે મિથલેશ કુમારીને કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે બુમ પાડી હતી. પરંતુ તે ઉપસ્થિત ન થઈ.આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશો

ત્યારબાદ વિજય બાથમને બોલાવવામાં આવ્યો અને તેને મિથલેશ કુમારીને કોર્ટમાં હજાર ન રહેવા માટેનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે તેની પત્ની તો 10 વર્ષ પહેલા મરી ગઈ છે. આ વાત ફેલાતા જ કોર્ટમાં હંગામો મચી ગયો હતો. પીડિતનું કહેવું છે કે પોલીસે દબંગોના ઈશારા ઉપર તેની સામે કાર્યવાહી કરી છે.

પોલીસને તપાસના આદેશ આપ્યા
જ્યારે પોલીસ અધિકારીઓથી આટલી મોટી ભૂલ થઈ ત્યારે આ અંગે પૂછવા આવ્યું કે આવી ભૂલ કેવી રીતે થઈ ગઈ. ત્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. અને જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published by: ankit patel
First published: September 21, 2020, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading