OMG! મહિલાને બેસ્ટફ્રેન્ડને સહાનુભૂતિ બતાવવી પડી ભારે, પતિ સાથે કરી મિત્રએ આ હરકત


Updated: May 3, 2022, 4:52 PM IST
OMG! મહિલાને બેસ્ટફ્રેન્ડને સહાનુભૂતિ બતાવવી પડી ભારે, પતિ સાથે કરી મિત્રએ આ હરકત
પ્રતિકાત્મક તસવીર

Crime News: આજકાલ સંબંધોના દોરાઓ એટલી જલદી ગૂંચવાય જાય છે કે માણસ માટે કોઇના પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. મિત્રતા હોય કે પ્રેમ વિશ્વાસ જ તે દોરો હોય છે જે સંબંધની માળાને એક તાંતણે બાંધી રાખે છે.

  • Share this:
એક સારો મિત્ર (Friend) અને પ્રેમ કરનાર પાર્ટનર માણસને ખૂબ મુશ્કેલીઓથી મળે છે. કોઇપણ માણસ માટે મિત્રતા (Friendship) ખૂબ મહત્વની હોય છે. મિત્ર તે વ્યક્તિ હોય છે જેને તમે તમારા મનની બધી જ વાતો કહી શકો છો. એક સાચો મિત્ર તમને ક્યારેય કોઇ વાત માટે જજ કરતો નથી. પરંતુ આજકાલ સંબંધોના દોરાઓ એટલી જલદી ગૂંચવાય જાય છે કે માણસ માટે કોઇના પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે. મિત્રતા હોય કે પ્રેમ વિશ્વાસ જ તે દોરો હોય છે જે સંબંધની માળાને એક તાંતણે બાંધી રાખે છે. સામાન્ય રીતે આપણે આપણા અંગત જીવન અને સમસ્યાઓથી માંડીને પ્રેમ સુધીની વાતો આપણા મિત્રો સાથે તે જ વિશ્વાસે શેર કરતા હોઇ છીએ. પરંતુ જરા વિચારો જો તમારો મિત્ર જ તમારા પ્રેમ પર નજર નાખે તો. એક મહિલાની (Best Friend cheated) સાથે કંઇક આવું જ થયું.

શું છે સમગ્ર મામલો?

મહિલાએ જણાવ્યું કે તેની અને તેની ખાસ ફ્રેન્ડની ઉંમર 31 વર્ષ છે અને અમે યૂનિવર્સિટીના ટાઇમથી એકબીજાની સાથે છીએ. અને અમે એક જ ફર્મમાં કામ કરીએ છીએ. મહિલાએ જણાવ્યું કે ગત મહીનો મારી બેસ્ટ ફ્રેન્ડ માટે ખુબ કપરો સમય રહ્યો હતો.

મહિલાએ જણાવ્યું કે, તેને ગત મહિને જ ખબર પડી કે મારી બેસ્ટ ફ્રેન્ડને ખબર પડી કે તેનો પતિ તેને કોઇ અન્ય મહિલા માટે દગો આપી રહ્યો છે અને હવે તે મારી બેસ્ટને ડિવોર્સ આપવા માંગે છે. આ વાતથી મારી બેસ્ટ ફ્રેન્ડ ખુબ ચિંતિત હતી અને તેની ચિંતા ઘટાડવા માટે તે તેને ઓફિસ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. મેં વિચાર્યુ કે આમ કરવાથી તેનું મૂડ સારું થઇ જશે.

પાર્ટી દરમિયાન તે મારા પતિ સાથે ડાન્સ કરી રહી હતી અને ઘણી ખુશ દેખાતી હતી. પરંતુ થોડા સમય પછી મેં જોયું કે તે મારા પતિને કિસ કરવા લાગી. મારા પતિએ તેને દૂર ધકેલી દીધી. પણ હવે એ દ્રશ્ય મારા મગજમાંથી જતું નથી. મારી બેસ્ટ ફ્રેન્ડે પણ આ કૃત્ય માટે મારી પાસે માફી માંગી, પણ મને નથી લાગતું કે હું તેને ક્યારેય માફ કરી શકીશ. મહિલાએ આગળ જણાવ્યું કે, હું મારી 13 વર્ષની મિત્રતા ખતમ કરવા નથી માંગતી, પરંતુ મારી બેસ્ટ ફ્રેન્ડની હરકતોથી મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.

આ પણ વાંચો- Wedding Video: લગ્ન સમારોહમાં સ્કેટિંગ કરતો પહોંચ્યો શખ્સ, વરરાજા સાથે કર્યું કંઈક એવું કે લોકો રહી ગયા દંગશું કહે છે એક્સપર્ટ્સ?

નિષ્ણાંતો કહે છે કે બહુ ઓછા લોકો એવા હોય છે જેમની મિત્રતા આટલા વર્ષો જૂની હોય છે. જો કે, એ વાત એકદમ સાચી છે કે તમારા બેસ્ટ ફ્રેન્ડે તમારા પતિને કિસ ન કરવી જોઈએ. પરંતુ તમારી બેસ્ટ ફ્રેન્ડે ખૂબ શરાબ પીધી હતી અને તેથી તમારે તમારી 13 વર્ષની મિત્રતા ખતમ ન કરવી જોઇએ. એક્સપર્ટ્સ કહે છે કે, તમારી બેસ્ટ ફ્રેન્ડ ખૂબ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. તે પોતાની ભૂલ માટે તમારી પાસેથી માફી માંગી ચૂકી છે તો તેને તમે માફ કરીને જીવનમાં આગળ વધો.
Published by: Margi Pandya
First published: May 3, 2022, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading