Mountain of Gold: અહીં કાદવમાંથી નીકળે છે સોનું, થેલા ભરીભરીને ઘરે લઈ જાય છે લોકો!
News18 Gujarati Updated: May 22, 2022, 10:50 AM IST
અહીં લોકો વહેલી સવારે આવીને બેગમાં સોનું ભરીને લઈ જાય છે. (Image- Internet)
Mountain of Gold: થાઈલેન્ડ (Thailand)માં એક એવી નદી છે, જેની એક બાજુ કાદવ છે અને તેની અંદરથી સોનું નીકળે છે. અહીં લોકો સવારના સમયે આવે છે અને કીચડમાંથી સોનું ગાળીને ઘરે લઈ જાય છે.
Mountain of Gold: દુનિયામાં ઘણી સરપ્રાઈઝિંગ બાબતો બને છે. એમાં પણ આજના ઇન્ટરનેટના યુગમાં નાની-મોટી ઘટનાઓ ઝડપથી આપણા સુધી પહોંચી જાય છે. અમુક ચીજો એવી હોય છે જેને જાણીને આશ્ચર્ય થાય છે. જેમ કે, નદીમાંથી સોનું નીકળવું! જી હા, થાઇલેન્ડ (Thailand)માં એક એવી નદી છે, જેના એક ભાગમાં કાદવ-કીચડ છે. આ કાદવમાં સોનું છે, જેને લોકો ગાળીને ઘરે લઈ જાય છે. લોકો અહીં આવે છે અને કાદવમાંથી સોનું કાઢીને તેને બેગમાં ભરીને લઈ જાય છે. જો તમને એવું લાગતું હોય કે અમે મજાક કરી રહ્યા છીએ, તો તમને જણાવી દઈએ કે આ સત્ય છે.
દુનિયાભરના લોકો સોનું ખરીદવાના શોખીન છે. લોકો પોતાના પૈસા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. આ દિવસોમાં તો સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. એવામાં જો તમને જાણકારી મળે કે દુનિયામાં એક એવી નદી છે, જેના કાદવમાંથી સોનું નીકળે છે, તો તમને ભાગ્યે જ વિશ્વાસ આવે. પરંતુ થાઈલેન્ડમાં એક એવી નદી છે, જેમાંથી સોનું નીકળે છે. અહીં લોકો સવારના સમયે આવે છે અને બેગમાં સોનું જમા કરીને લઈ જાય છે.
આ પણ વાંચો: દુનિયાનું એવું ગામ જ્યાં બાળકો જન્મતાં જ થઈ જાય છે બહેરા-મૂંગા, લોકો માત્ર હાવભાવમાં જ કરે છે વાતલાંબા સમયથી નીકળી રહ્યું છે સોનું
થાઈલેન્ડમાં આ નદીને ગોલ્ડ માઉન્ટેન (Mountain of Gold) નામથી ઓળખવામાં આવે છે. તે સાઉથ થાઈલેન્ડમાં વહે છે. આ નદી મલેશિયાથી પણ જોડાયેલી છે. તેમાં ઘણાં સમયથી સોનાનું ખનન થઈ રહ્યું છે. આ નદીની એક બાજુ કાદવ-કીચડ જમા થાય છે, જેમાં સોનું ભેગું થાય છે. પરંતુ, તેમાંથી સોનું કાઢવા માટે લોકોને ઘણી મહેનત કરવી પડે છે. અહીંના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, નદીના કાદવમાંથી એટલું જ સોનું એક વ્યક્તિને મળે છે, જેનાથી તેનો એક દિવસનો ગુજારો થઈ જાય.
આ પણ વાંચો: શા માટે બ્લેડની મધ્યમાં હોય છે ખાલી જગ્યા? જાણો તેની પાછળનું રસપ્રદ કારણભારતમાં પણ છે સોનાની નદી!
થાઈલેન્ડની આ નદીમાંથી સોનું નીકળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં પણ એક એવી નદી છે, જેના પાણીમાંથી સોનું નીકળે છે. આ નદી ઝારખંડમાં છે. તેનું નામ જ ‘સ્વર્ણરેખા’ છે. આ નદી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ વહે છે. આ નદીના તળિયેથી સોનાના કણો નીકળે છે. જોકે, કેટલાક લોકો કહે છે કે સોનું સ્વર્ણરેખાનું નથી. આ નદીની એક ઉપનદી છે. આ ઉપનદી કરકરી નદીમાં સોનું રહેલું છે. આ નદીમાંથી સોનું નીકળીને સ્વર્ણરેખામાં પહોંચે છે.
Published by:
Nirali Dave
First published:
May 22, 2022, 10:50 AM IST