ભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું...

News18 Gujarati
Updated: September 28, 2020, 3:32 PM IST
ભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું...
પ્રતીકાત્મક તસવીર

એવા ધાર્મિક રીતિ-રિવાજો અને માન્યતાઓ જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો

  • Share this:
ભારત (India) જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં જાતિ અને ધર્મના નામે અનેક પરંપરાઓ અને રીતિ-રિવાજોનું ચલણ છે. સાથોસાથ અનેક એવી માન્યત ઓ અને પ્રથા પણ છે જે સદીઓથી ચાલી આવી રહી છે. દેશના અનેક હિસ્સામાં કેટલાક સમુદાયો ધાર્મિક રીતિ-રિવાજ (religious observance) અસમાન્ય છે જેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે. આ ધાર્મિક પરંપરાઓમાં અનેક પ્રકારના અજબ-ગજબ રીતિ-રિવાજો અને માન્યતાઓનો સમાવેશ થાય છે. આવી જ એક ધાર્મિક રીતિ-રિવાજની વાત કરીશું જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

પ્રસાદ સ્વરૂપે ચઢે છે મા શક્તિને ચઢે છે દૂધી

આમ તો અનેકવાર જોવામાં આવ્યું છે કે મંદિરમાં દર્શન માટે લોકો પ્રસાદમાં મિઠાઈ, લાડુ વગેરે ચઢાવે છે. પરંતુ દેશના કેટલાક મંદિર એવા પણ છે જ્યાં આવું નથી થતું. અમે વાત કરી રહ્યા છીએ રતનપુરમાં શાટન દેવી મંદિરની, જ્યાં એક અજબ પ્રકારની પરંપરાનું ચલન છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ સ્વરૂપે લાડુ, ફળ, ફુલ, નારિયળ ચઢાવવાની પ્રથા હોય છે, પરંતુ શાટન દેવી મંદિરમાં પર્સિમન ઝાડનું લાકડીઓ અને દૂધીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. માન્યતા છે કે બાળકની મન્નત માટે આ મંદિર પ્રસિદ્ધ છે. ભક્ત અહીં બાળકોના સ્વાસ્થ્યની કામના કરે છે.

આ પણ વાંચો, લોન માટે SBIની મોટી જાહેરાત, ઓછા વ્યાજ દર સાથે પ્રોસેસિંગ ફી પર 100 ટકાની છૂટ

પિંડ નહીં શિવલિંગ કરે છે દાન

ઉત્તર પ્રદેશના જાણીતા શહેર વારાણસીમાં શિવનો એક મફ સૌથી જૂના મઠો પૈકીનો એક છે. અહીં આત્માની શાંતિ માટે પિંડ નહીં પરંતુ શિવલિંગનું દાન કરવાની અનોખો પ્રથાનું ચલણ છે. આ કારણે મઠમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન કરવામાં આવેલા શિવલિંગોની સંખ્યા લાખોમાં છે. આ ઉપરાંત આ મઠમાં એક સાથે લાખોની સંખ્યામાં શિવલિંગ બિરાજવામાં આવે છે.આ પણ વાંચો, IPL 2020 RR vs KXIP: પૂરને સુપરમેનની જેમ હવામાં છલાંગ મારીને સિક્સર રોકી, સચિને કહ્યુ- અવિશ્વસનીય

સાપોનો તહેવાર

હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પાંચમાં દિવસે નાગ પંચમી ઉજવવાનો રિવાજ છે. આ દિવસે નાગને પૂજવાની પ્રથાનું ચલણ સદીઓથી ચાલતી આવી રહી છે. માન્યતા છે કે નાગનું ઝેર કાઢી તેને દૂધ પીવડાવવામાં આવે છે. આ દિવસે સાપની પૂજા હળદર અને ફુલોની પત્તીઓથી કરવાની પ્રથા છે.

(Disclaimer: આ લેખમાં રજૂ કરવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરવો હિતાવહ છે.)
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading