ભારતમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાતી જ્ઞાનપુરી-બંસરી ચિપ્સ, વિદેશમાં વેચાય છે બે લાખ રૂપિયે કિલો!

News18 Gujarati
Updated: December 1, 2020, 3:54 PM IST
ભારતમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાતી જ્ઞાનપુરી-બંસરી ચિપ્સ, વિદેશમાં વેચાય છે બે લાખ રૂપિયે કિલો!
પ્રતીકાત્મક તસવીર

દાણચોરોના કહેવા પ્રમાણે એક કિલો વજનના કાચબામાંથી 250 ગ્રામ સુધી ચિપ્સ બને છે, આ ચિપ્સ ભારતમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાય છે.

  • Share this:
નવી દિલ્હી: વર્ષમાં બારેય મહિના દરમિયાન જેની માંગ રહે છે તે જ્ઞાનપુરી-બંસરી ચિપ્સ (Chips) દેશમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાઈ રહી છે. જોકે, ભારતીય સરહદ પાર કરીને બીજા દેશમાં પહોંચતાની સાથે જ તેનો ભાવ બે લાખ રૂપિયે કિલો થઈ જાય છે. ઉત્તર પ્રદેશના ઇટાવા (Etawah) અને પશ્ચિમ બંગાળ (West Bengal)ના 24 પરગણામાં જ્ઞાનપુરી-બંસરી ખાતે આ ખાસ ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. જ્ઞાનપુરી-બંસરી એક જગ્યા છે. આ પરથી કાચબાની ત્રણ ખાસ પ્રજાતિને જ્ઞાનપુર-બંસરી કહેવામાં આવે છે. આ સૌથી વધારે ઈટાવામાં મળી આવે છે. આ વિસ્તાર રાષ્ટ્રીય ચંબલ સેન્ચૂરી (National Chambal Sanctuary)માં આવે છે. આમ છતાં અહીં કાચબાની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે.

કાચબાના પેટમાંથી ચિપ્સ બનાવવામાં આવી છે

પર્યાવરણ માટે કામ કરતા અને ગંગા અભિયાન સાથે જોડાયેલા રાજીવ ચૌહાણે આ દાણચોરીનો ખુલાસો કરતા કહ્યુ કે, ચંબલ નદી સાથે જોડાયેલા આગ્રાના પિનહાટ અને ઈટાવાના જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા એવી ત્રણ પ્રજાતિ છે જેનો ઉપયોગ ચિપ્સ બનાવવામાં થાય છે. કાચબાની પેટની ચામડીને પ્લેસ્ટ્રાન કહે છે. આ પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટ: શહેર ભાજપનું માળખું જાહેર કરાયું, આઠ ઉપ-પ્રમુખ અને ત્રણ મહામંત્રીનો સમાવેશ

પ્લેસ્ટ્રાનને કાપીને અલગ કરી દેવામાં આવે છે. જે બાદમાં તેને ઉકાળીને સૂકવી દેવામાં આવે છે. જે બાદમાં તેને બંગાળના રસ્તે વિદેશ મોકલવામાં આવે છે. ગરમીમાં પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે. ઠંડીની સિઝન દરમિયાન જીવતા કાચબાઓની દાણચોરી કરવામાં આવે છે. કારણ કે ઠંડીમાં દાણચોરીમાં વધારે સમસ્યા નથી આવતી.

આ પણ જુઓ-

થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં બે લાખ રૂપિયે કિલો વેચાઈ છે ચિપ્સ

રાજીવ ચૌહાણના જણાવ્યા પ્રમાણે સ્થાનિક દાણચોરો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાચબાને પકડનાર અને ચિપ્સ બનાવનાર પાંચ હજાર રૂપિયે કિલોના હિસાબે જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા કાચબાની ચિપ્સ વેચે છે. ઇટાવા-પિનહાટથી આ ચિપ્સ 24 પરગણા પહોંચે છે. અહીંથી થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં મોકલવામાં આવે છે. દાણચોરોના જણાવ્યા પ્રમાણે આ દેશોમાં પહોંચતા જ ચિપ્સનો ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. એક કિલો વજનના કાચબામાંથી આશરે 250 ગ્રામ સુધી ચિપ્સ બને છે.
Published by: Vinod Zankhaliya
First published: December 1, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading