પહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો મસ્ત સ્માઇલ

News18 Gujarati
Updated: September 19, 2020, 12:17 PM IST
પહેલીવાર બાળકે કાનમાં મશીન પહેરીને માતાનો સાંભળ્યો અવાજ, વીડિયો જોઇને તમે પણ કરશો મસ્ત સ્માઇલ
આ વીડિયોને બાળકની માતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

આ વીડિયોને બાળકની માતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

  • Share this:
સોશિયલ મીડિયા (Social Media) પર એક બાળકનો દિલ ખુશ કરી દે તેવો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઇને તમારા ચહેરા પર પણ એક મસ્ત સ્માઇલ (smile) આવી જશે. બાળક સાંભળી શકતુ ન હતું. જેવુ માાતએ (Mother) કાનમાં સાંભળવાનું મશીન (hearing aid) નાંખીને હેલો બોલ્યું કે તરત જ બાળકે એકદમ ક્યૂટ એક્સપ્રેશન આપ્યા. ઇન્ટરનેટ પર આજે આ વીડિયોને ઘણો જ ખૂબસૂરત માનવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને બાળકની માતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'મારા બાળકને આજે કાનમાં મશીન મુકાઇ. તેના ચહેરાને જુઓ.' વીડિયોમાં જોઇ શકાય છે કે, નાનકડું બાળક માતાનો પહેલવાર અવાજ સાંભળીને કેટલા ક્યૂટ એક્સપ્રેશન આપી રહ્યું છે.

આ ક્યૂટ બાળકનું નામ મેસન જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો મેસનથી શરૂ થાય છે તે કોઇના ખોળામાં બેઠો છે. તેના એક કાનમાં સાંભળવાનું મશીન પહેરાવવામાં આવે છે. થોડી સેકન્ડમાં જ જ્યારે તેની માતા તેને હાય કહે છે તો તે બાળક આમતેમ જોવાનું બંધ કરે છે અને સ્થિર થઇને માતાના અવાજને ધ્યાનથી સાંભળે છે. તે ફરીથી હસે છે ત્યારે એના હાવભાવ જોઇને જ કોઇનો પણ દિવસ સારો વીતી જાય.બાળકનાં ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટરીતે દેખાય છે જ્યારે તેને ખબર પડે છે કે તેને કંઇક નવાનો અનુભવ થાય છે. તે આખા વીડિયોમાં ક્યૂટ સ્માઇલ આપી રહ્યું છે. જ્યારે તેને પૂછવામાં આવે છે તો તે જોરથી બૂમ પાડે છે. આ વીડિયો 16 સપ્ટેમ્બરનાં રોજ શેર કરવામાં આવ્યો હતો.જેના અત્યાર સુધી 4.6 મિલિયન વ્યૂસ છે.આ સાથે 4 લાખથી વધુ લોકોએ લાઇક અને હજારો લોકોએ ટીટ્વિટ કર્યો છે. ટ્વિટર પર લોકોએ ઘણા રિએક્શન આપ્યાં છએ.
Published by: Kaushal Pancholi
First published: September 19, 2020, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading