અખિલેશ કુમાર, બહરાઇચઃ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને ફેલાગી રોકવા માટે ઉત્તર પ્રદેશનો સ્વાસ્થ્ય વિભાગ સતત પ્રયત્નશીલ છે. તેને લઈને એક તરફ જ્યાં જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, બીજી તરફ તબીબી વ્યવસ્થા પણ સારી કરવામાં આવી રહી છે. તેને લઈને સ્વાસ્થ્યકર્મી દિવસ-રાત કામમાં લાગેલા રહે છે, જેને કારણે અનેકવાર રોચક પરિસ્થિતિ ઊભી થતી હોય છે. યૂપીના બહરાઇચ (Bahraich)માં કંઈક આવો જ મામલો સામે આવ્યો છે. અહીં એક એમ્બ્યૂલન્સમાં અચાનક વાંદરો (Monkey in Ambulance) ઘૂસી આવ્યો. સ્વાસ્ય્સકર્મીઓની નજર જ્યાં સુધી પડતી, તે પહેલા જ વાંદરો એમ્બ્યૂલન્સમાં ઘૂસી ગયો અને દર્દીની સારવાર કરવા લાગ્યો. વાંદરાને કોઈ દર્દીની સારવાર કરતો જોઈ ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી દીધો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
આ મામલો બહરાઇચ જિલ્લાની હૉસ્પિટલનો છે, જ્યાં એમ્બ્યૂલન્સમાં એક દર્દી સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ એમ્બ્યૂલન્સનો જેવો દરવાજો ખોલ્યો તો અચાનક એક વાંદરો તેમાં ઘૂસી ગયો. વાંદરો અચાનક અંદર આવી જતાં દર્દી ગભરાઈ ગયો. ત્યારે વાંદરો પહેલા એમ્બ્યૂલન્સમાં મૂકેલા ફર્સ્ટ એડ બોક્સ પર ચઢીને બેસી ગયો. પછી અચાનક દર્દીની પાસે આવીને બેસી ગયો.
આ પણ વાંચો, બેંકો અને Amazon-Flipkart વચ્ચેની સાંઠગાંઠથી દેશના વેપારીઓને કરોડોનું નુકસાન, નાણા મંત્રી સુધી પહોંચ્યો મામલોઆ દરમિયાન એક યુવકે વાંદરાના આ કારનામાનો વીડિયો ઉતારી દીધો અને તેને વાયરલ કરી દીધો. મળતી માહિતી મુજબ આ વીડિયો બે દિવસ જૂનો છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ્સ લખી રહ્યા છે. આ પહેલા મેરઠમાં વાંદરાઓએ એક લેબ ટેક્નીશિયન પાસેથી કોરોના દર્દીઓની તપાસ માટેના સેમ્પલ છીનવી લીધા હતા. આ ઘટના બાદ મેડિકલ કોલેજ પ્રશાસનમાં હોબાળો થઈ ગયો હતો.