રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે

News18 Gujarati
Updated: September 30, 2020, 10:40 AM IST
રસ્તા વચ્ચે કોબ્રા અને 7 ફુટ લાંબા સાપ વચ્ચે લોહીયાળ જંગ, જાણો કોણ પડ્યું ભારે
King Cobra Fight: ભીડ અને બૂમાબૂમ વચ્ચે કિંગ ક્રોબા અને 7 ફુટ લાંબા ધામણ સાપ વચ્ચે લોહીયાળ સંઘર્ષ

King Cobra Fight: ભીડ અને બૂમાબૂમ વચ્ચે કિંગ ક્રોબા અને 7 ફુટ લાંબા ધામણ સાપ વચ્ચે લોહીયાળ સંઘર્ષ

  • Share this:
વીરેન્દ્ર બિષ્ટ, નૈનીતાલઃ ઉત્તરાખંડ (Uttarakhand)ના નૈનીતાલ (Nainital) પાસે નારાયણનગરમાં ખેતરની પસો આવેલા રસ્તા પર લોહીયાળ સંઘર્ષ થઈ ગયો, પરંતુ તેને રોકવા માટે કોઈ પણ આગળ ન આવ્યું. તેને બદલે લોકો પોતાના ફોન કાઢીને તેનો વીડિયો (Video) ઉતારવામાં લાગી ગયા. મૂળે આ સંઘર્ષ બે મોટા સાપો (Two snake fights)ની વચ્ચે થઈ રહ્યો હતો. કિંગ કોબ્રા (King Kobra)એ પોતાની ખ્યાતિ મુજબ લગભગ 7 ફુટ લાંબા ધામણ સાપને સૌની સામે મોતને ઘાટ ઉતારી દીધો. આ દરમિયાન કોબ્રા (Cobra) પર લોકોની બૂમાબૂમ અને ઘોંઘાટની જરા પણ અસર ન થઈ. સાપોની આ લડાઈના કારણે રસ્તા પર ટ્રાફિક પણ રોકાઈ (Traffic Jam) ગયો હતો.

સાપો વચ્ચેના આ સંઘર્ષનો મામલો (Two snakes fight) મંગળવાર બપોરનો છે. રસ્તા પરથી પસાર થતી વખતે કેટલાક લોકો બે સાપોને જોઈને રોકાઈ ગયા હતા. જોતજોતામાં બંને સાપ એક બીજાની સામે આવી ગયા. કિંગ કોબ્રા (King Cobra)એ ધામણ સાપને મારી નાખ્યો. પછી તે લગભગ સાત ફુટ લાંબા સાપને ગળી ગયો.


આ પણ વાંચો, હેવાનિયત: 60 વર્ષીય ડૉક્ટરે દૂધમાં નશીલો પદાર્થ મેળવી 7 અને 3 વર્ષની બાળકીઓને પીવડાવ્યું, પછી આચર્યું દુષ્કર્મ


ઘણી વાર સુધી ચાલેલા આ શિકાર કે સંઘર્ષને ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલ કેમેરા (Mobile Camera)માં કેદ કરી દીધો. ભીડ, ઘોંઘાટ અને બૂમાબૂમ થતી હોવા છતાંય કિંગ કોબ્રા (King Cobra)એ જરા પણ બેધ્યાન થયો નહીં અને તેણે ધામણ સાપને છોડ્યો નહીં અને ન તો ત્યાંથી હટ્યો. કોઈની હિંમત પણ ન થઈ કે તેને રસ્તા પરથી હટાવે.

આ પણ વાંચો, માસ્ક પહેરીને 11 વર્ષના બાળકે બેન્કમાંથી માત્ર 36 સેકન્ડમાં ઉડાવી લીધા 20 લાખ રૂપિયાબે સાપોની લડાઈને જોનારા ગામ લોકોએ તેની જાણ વન વિભાગ (Forest Department)ને કરી દીધી. પરંતુ જ્યાં સુધીમાં વન વિભાગની ટીમ (Forest Dept. Team) ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધી કિંગ કોબ્રા (King Cobra) શિકાર કરી જંગલ તરફ જઈ ચૂક્યો હતો.

નોંધનીય છે કે, હાલના સમયમાં પહાડી વિસ્તારોમાં ઝેરી સાપથી લઈને અજગર માનવ વસ્તીમાં આવી જવાના મામલા ઘણા વધી રહ્યા છે. અજગર રસ્તા વચ્ચે આવી જવો કે નાના પ્રાણીઓને પોતાનો કોળીયો બનાવ્યો હોય તેવા વીડિયો પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે. આવા વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ડરનો માહોલ પણ છવાઈ જતો હોય છે.
Published by: Mrunal Bhojak
First published: September 30, 2020, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading