આ VIRAL ફોટોમાં છુપાયેલી છે બિલાડી, તમે શોધી શકશો?
News18 Gujarati Updated: September 20, 2020, 2:54 PM IST
વાયરલ ફોટોમાં આપને એક લિવિંગ રૂમ નજર આવે છે. જેમાં ખુરશીઓ પડી છે. બૂક્સની એક અલમારી છે, ટેબલ છે, સોફો છે આ ફોટોમાં એક બિલાડી પણ છુપાયેલી છે.
વાયરલ ફોટોમાં આપને એક લિવિંગ રૂમ નજર આવે છે. જેમાં ખુરશીઓ પડી છે. બૂક્સની એક અલમારી છે, ટેબલ છે, સોફો છે આ ફોટોમાં એક બિલાડી પણ છુપાયેલી છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ કંઇને કંઇ વાયરલ થતુ રહે છે. આ ફોટો પણ એમાંનો જ એક છે. આ એક ઉખાણા પ્રકારનો ફોટો છે જેને ઘણાં ઓછા લોકો મુશ્કેલથી ઉકેલી શક્યા છે. આ ફોટોમાં એક બિલાડી છુપાયેલી છે જેને શોધવાનું લોકોને પુછવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં ઇન્ટરનેટ યૂઝર્સ આ ફોટો જોવે છે અને પોતાનું દિમાગ દોડાવે છે. જોકે તેઓ હાર માની જાય છે. કારણ કે આ ફોટોમાં બિલાડી શોધવી એટલી સહેલી નથી. આ ફોટો ચાર દિવસથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પોસ્ટ કરનાર વ્યક્તિએ લખઅયું છે કે, મારી બિલાડી શોધી બતાવો. જે બાદ હજારો લોકોએ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી, જોકે ઘણાં ઓછા લોકો બિલાડી શોધવામાં કામયાબ થયા છે

વાયરલ ફોટોમાં આપને એક લિવિંગ રૂમ નજર આવે છે. જેમાં ખુરશીઓ પડી છે. બૂક્સની એક અલમારી છે, ટેબલ છે, સોફો છે આ સાથે જ ત્યાં એક સીડી છે. આ આખા સીનમાં ક્યાંક એક બિલાડી છુપાયેલી બેઠી છે. આ ફોટોમાં બિલાડ શોધનારા એક યૂઝર લખે છે, તમારી બિલાડી પારદર્શક છે કે જે દેખાતી નથી.

આ રહી છુપાયેલી બિલાડી
હવે તમે જ કહો કે આપને આ બિલાડી મળી કે નહીં. જો ના તો ચલો અમે આપને આ બિલાડી બતાવી દીધી છે. હવે તમે પણ મેઇન ફોટો તમારા સોશિયલ પેજ પર શેર કરીને તમારા મિત્રોને પુછી શકો છો કે શું તેમને બિલાડી દેખાય કે નહીં. આ બિલાડી કાળા રંગની છે અને સોફા અને સીડીઓની વચ્ચેનાં દરવાજાનાં કિનારે બેઠી ચે. જે સામેની તરફ જોઇ રહી છે.
Published by:
Margi Pandya
First published:
September 20, 2020, 2:53 PM IST