બાઇક ચાલક બન્યો 'સુપરમેન', જીવના જોખમે બાળકને બચાવ્યો, Video થયો Viral

News18 Gujarati
Updated: September 25, 2020, 4:13 PM IST
બાઇક ચાલક બન્યો 'સુપરમેન', જીવના જોખમે બાળકને બચાવ્યો, Video થયો Viral
તસવીર સૌજન્ય ટ્વીટર

આ વીડિયો 19 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 20 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. 

  • Share this:
બોગોટા : જે કોઈના પણ હૃદયને આંચકો આપી દે એવા વીડિયો ( Video)સોશિયલ મીડિયામાં (Social media) હંમેશા વાયરલ  (Viral)થતા હોય છે. આવો જ એક વિડિઓ આજકાલના દિવસોમાં વાયરલ થયો છે. જેમાં એક નાનો બાળક ઢોરાવાળા રસ્તા પર ફરવા જઇ રહ્યો છે. આ બાળકનો જીવ બચાવવા માટે બાઇક સવાર ચાલક બાઇક પરથી કૂદકો લગાવી બાઇક રોકીને બાળકનું જીવન બચાવે છે. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીમાં (CCTV Videos) કેદ થઈ હતી. સીસીટીવીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો બાઇક સવાર યુવકની પ્રશંસા કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આખો રોડ ઢોળાવ વાળો છે. ઊપરથી રસ્તાનો એક ભાગ નીચે સુધી આવતો નજરે પડે છે. આ રૉડ પર વૉકરમાં બેસાડેલું એક બાળક ઢાળ પર નીચે સરી પડી છે અને તેના પર રોડ પરથી પસાર થતા બાઇકરનું ધ્યાન પડે છે. મોટરસાયકલ ચાલક પોતાની ચાલુ બાઇક ફેંકીને કૂદી પડે છે અને વૉકરને બચાવી લે છે. આ અદભૂત ઘટનાક્રમ સીસીટીવી વીડિયોમાં કેદ થયો છે, જે ટ્વીટર પર વાયરલ છે.

આ પણ વાંચો :  અમદાવાદ : એક એવી પત્નીને પોલીસે પકડી જેણે ત્રણવાર પ્રેમના ખેલ ખેલ્યા, ફિલ્મને ટક્કર મારે એવી કહાણીન્યૂઝ આઉટલેટ લા ચિવા મુજબ, આ ઘટના કોલમ્બિયાના ફ્લોરેન્સિયા શહેરના રિંકોન ડે લા એસ્ટ્રેલા પડોશની છે, જ્યાં 14 સપ્ટેમ્બરના રોજ મોટો અકસ્માત થયો હતો. ગયા અઠવાડિયે આ વીડિયો ઓનલાઇન માધ્યમોમાં સામે આવ્યો હતો. અને લાખો સોશિયલ મીડિયા યૂઝર્સેએ બાઇક સવારોની હિંમત અને ઝડપી રીફ્લેક્સની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો :  સુરત : ફાયર વિભાગે 40 મિનિટમાં બે વ્યક્તિના જીવ બચાવ્યા, તાપીમાં મોતની છલાંગ મારનારાને મળી જિંદગી
આ વીડિયો 19 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 20 લાખ વ્યૂ મળી ચૂક્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો તે વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે જેણે બાઇક પરથી કૂદકો લગાવ્યો હતો. એક યુઝરે લખ્યું, 'આ કેવો સરસ વ્યક્તિ છે. તેણે બાળકને બચાવવા બાઇક અને બેગ ફેંકી દીધી હતી. ઉદ્યોગપતિ નવીન જિંદાલે પણ આ વ્યક્તિની પ્રશંસા કરી. ન્યૂઝ વેબસાઇટ લા પ્રેંસા અનુસાર, આ ઘટનામાં બાળકને ઈજા થઈ નથી.

Published by: Jay Mishra
First published: September 25, 2020, 4:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading