ચીનમાં ડુબતી દીકરીનો જીવ બચાવવા 61 વર્ષનાં અંગ્રેજ નદીમાં કૂદી પડ્યા, ચીનીઓ જોતા રહી ગયા
News18 Gujarati Updated: November 17, 2020, 3:56 PM IST
બ્રિટીશ રાજદૂતે બચાવ્યો દીકરીનો જીવ
આ ઘટના શનિવારે ચીનનાં જોંગશાન પાસે ચોંગકિંગની છે. આ એક પર્યટન સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ શેર થનારાં વીડિયોમાં ઘણાં વીડિયો વાયરલ થઇ જાય છે જે જોઇને તમને ગર્વ થાય. એવો જ આ એક વીડિયો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ એક દીકરીનો જીવ બચાવે છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં ચીનમાં નિયુક્ત બ્રિટિશ રાજદૂત એક ચીની વિદ્યાર્થીનીનો જીવ બચાવવા નદીમાં કુદી પડે છે. આ દીકરીનો જીવ બચાવવા તે બ્રિટિશ રાજદૂતે તેમનાં જીવની પરવાહ કર્યા વગર નદીમાં છલાંગ લગાવી દીધી. આ વીડિયો ચીની એપ વીબો અને ચીની મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટના શનિવારે ચીનનાં જોંગશાન પાસે ચોંગકિંગની છે. આ એક પર્યટન સ્થળ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે. ત્યાં વિકએન્ડમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતાં. ચોંગકિંગમાં બ્રિટન મિશનનો સોમવારે માહિતી મુજબ, શનિવારે રાજદૂત જનરલ સ્ટીફન એલિસન ત્યાં ગા હતાં તે સમયે લોકોની ચીસો પાડવાની અવાજ તેમણે સાંભળી
કોઇને તુરંત કંઇ સમજ ન પડી આ દરમિયાન એક પર્યટક વીડિયો પણ બનાવી રહ્યો હતો. થોડા જ સમયમાં લોકોએ નદીમાં એક વિદ્યાર્થીનીને ડુબતી જોઇ.. તે નદી ઉપર બાંધેલા પૂલની બીજી તરફ આવી ગઇ હતી. પગ લપસી પડાં તે નદીમાં તણાઇ ગઇ હતી અને તેને તરતાં નહોતું આવડતું. એવામાં તે પાણીમાં ડુબવા લાગી અને બેભાન થઇ ગઇ હતી.
આ દરમિયાન ત્યાં હાજર 61 વર્ષિય સ્ટીફન એલિસનએ તેમનાં જીવની પરવાહ કર્યા વગર પોતાનાં જૂતા ઉતાર્યા અને નદીમાં છલાંગ લગાવી દીધી. આ દરમિયાન તેમણે દીકરીને પકડી અને તરતા તરતા તેને કિનારે લાવતા હતા... તે સમયે ઘણાં લોકો તેમની મદદ માટે આગળ આવ્યાં. આ સમયે વિદ્યાર્થીનીને મદદ મળી જતા તેનો શ્વાસ પરત આવ્યો અને તેનો જીવ બચી ગયો. હવે બ્રિટિશ મિશન અને અન્ય લોકો એલિસનની બહાદૂરી પર ગર્વ કરી રહ્યાં છે.
Published by:
Margi Pandya
First published:
November 17, 2020, 3:56 PM IST