આ મંકોડી પહેલવાનની નૌટંકી જોઈ ખડખડાટ હસી પડશો, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
News18 Gujarati Updated: March 1, 2021, 2:41 PM IST
તસવીર સૌજન્ય (Twitter- @Vibhinnaideas)
ઉત્પાત મચાવતા આ મંકોડી પહેલવાનના વીડિયોને લાખો યૂઝર્સ કરી રહ્યા છે પસંદ, શું તમે આ VIDEO જોયો!
સોશિયલ વાયરલ. ફેમસ કોમેડિયન મિસ્ટર બીન (Mister Bean)ની એક્ટિંગ જોઈને દર્શકો હસવાનું રોકી નથી કરતા. મિસ્ટબર બીનનું પાત્ર જીવંત કરનારા રોવન એટકિંસન (Rowan Atkinson)એ પોતાના આગવા અંદાજથી સમગ્ર દુનિયાને ઘેલું લગાવી દીધું હતું. તેઓએ હસ્યા વગર કોમેડી કરવાની આર્ટના કારણે તેમને દુનિયા મિસ્ટર બીનના નામથી જ ઓળખે છે. ઘણા ઓછા લોકો એવા હશે જેઓ મિસ્ટર બીનનું અસલી નામ એટલે કે રોવન એટકિંસન જાણતા હશે. આજે અમને સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક મિસ્ટર બીન મળી ગયા. જેણે એક પણ ડાયલોગ બોલયા વગર એવી કોમેડી (Comedy) કરી કે લોકો પોતાનું હસી રોકી ન શક્યા. આ વીડિયોને Vibhinna Ideas નામના ટ્વીટર એકાઉન્ટથી શૅર કરવામાં આવ્યો છે. જેને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બિલકુલ મિસ્ટબ બીન જેવી એક્ટિંગ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુબળો-પતળો યુવક એક ઘરમાં છે. તેણે કાળી રંગની ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું છે. તેના હાથમાં એક રોલ છે જેને તે એવી રીતે ખાઈ રહ્યો છે જાણે તે મોટો પહેલવાન હોય. તે આખા ઘરમાં છાતી તાણીને ચાલતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો, આજથી સતત 5 દિવસ મળશે સસ્તું સોનું, જાણો કેવી રીતે લઈ શકો છો ફાયદોતે એવી રીતે ચાલે છે જાણે કે તે કોઈ તાકાતવાન કે પછી પહેલવાન હોય. તે હાથમાં પકડેલા રોલને ટેબલ પર પછાડે છે અને પછી ખાવા લાગે છે. થોડીક જ વારમાં તે પાણીની 20 લીટરની બોટલને એક હાથમાં પકડીને લાવે છે અને મોઢે માંડીને પાણી પીવે છે. ત્યારબાદ તથે ઘરમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવા લાગે છે આ દરમિયાન તે પોતાના હાથોને બંને તરફ પહોળા કરી દે છે જેના કારણે દરવાજાની બહાર નથી જઈ શકતો. ત્યારબાદ તે આડો થઈને દરવાજામાંથી પસાર થાય છે.
આ પણ વાંચો, Co-WIN એપમાં વેક્સીન રજિસ્ટ્રેશન- જાણો રીત અને કયા દસ્તાવેજોની જરૂર પડશે?
ત્યારબાદ તે એક ટેબલ પર મૂકેલા સફરજનને મુક્કો મારે છે અને સફરજનના તૂટેલા ટુકડાઓને ખાવા લાગે છે. તે વારંવાર પહેલવાનની જેમ ફરતો જોવા મળે છે. ત્યારબાદ તે આ અંદાજમાં કેળું ખાય છે. પહેલા તે કેળું ઉઠાવે છે અને બંને હાથોથી તેના બે ટુકડા કરીને ખાવા લાગ છે. આ વીડિયોને અત્યાર સુધી 8 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.
Published by:
Mrunal Bhojak
First published:
March 1, 2021, 2:41 PM IST