તાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં? વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો!

News18 Gujarati
Updated: September 28, 2020, 5:11 PM IST
તાડને કાપવાનો આ વીડિયો તમે જોયો કે નહીં? વ્યક્તિ જેના પર બેઠો હતો તેને જ કાપી રહ્યો હતો!
પામ ટ્રીને કાપવાનો વીડિયો વાયરલ.

અમુક લોકોએ એવો પણ સવાલ કર્યો છે કે વૃક્ષને જમીન પરથી શા માટે ન કાપવામાં આવ્યું? શા માટે આટલું જોખમ લેવું જોઈએ.

  • Share this:
સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહેલો એક વીડિયો જોઈને લાખો દર્શકો અચંબિત થઈ ગયા છે, જેમાં એક વ્યક્તિ પામ (તાડ)ના જાડને મશીનથી કાપી રહ્યો છે. આ દરમિયાત તે ખૂદ ઝાડ (Palm Tree) ઉપર બેઠો હોય છે! એટલે કે વ્યક્તિ જમીન પર ઊભા રહીને નહીં પરંતુ તાડના ઝાડ પર ઉપર ચઢીને ઉપરથી તેને કટરથી કાપી રહ્યો છે. આ દરમિયાન કેટલાક લોકો નીચે ઊભા રહીને તેનો વીડિયો (Video Shooting) શૂટ કરી રહ્યા છે. આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયો ટ્વિટર પર ભૂતપૂર્વ અમેરિકન બાસ્કેટબોલર રેક્સ ચેપમેન તરફથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પામના ઝાડ પર છેક ઉપર સુધી ચઢી ગયો છે. વ્યક્તિ ટોંચ પર ચઢી ગયો હોવાથી વૃદ્ધ જમીન તરફ નમી જાય છે. આ દરમિયાન વ્યક્તિ કટરથી ઉપરનો ભાગ કાપવાનું શરૂ કરી દે છે.

વ્યક્તિ જેવો વૃક્ષનો ઉપરનો ભાગ કાપે છે કે બાકી વધેલું ઝાડ ડાબેથી જમણે હિંચકા ખાવા લાગે છે. આ જોઈને લોકોને એવું લાગ્યું કે વ્યક્તિ હમણા જ ફંગોળાઈને નીચે પડે જશે. જોકે, આ દરમિયાન વ્યક્તિ ઝાડને પકડી રાખે છે અને વૃક્ષનો ઉપરનો ભાગ નીચે પડે છે.

આ વીડિયો શેર કરતા રેક્સ તરફથી કેપ્શન લખવામાં આવ્યું છે કે, "શું તમે ખરેખર કોઈ ઊંચા તાડના વૃક્ષને કાપતા જોયું છે?"

આ વીડિયોને શુક્રવારે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જે બાદમાં 34 સેકન્ડની આ ક્લિપ 66 લાખથી વધારે વખત જોવાઈ ચુકી છે. આ વીડિયોને 20 હજારથી વધારે વખત રિ-ટ્વિટ કરવામાં આવ્યો છે. તેમજ હજારો કૉમેન્ટ્સ આવી છે.

એક યૂઝરે ટ્વિટર પર લખ્યું છે કે, "જો તમે એવું માનતા હતા કે વ્યક્તિ નીચે પડશે તો તમારો હાથ ઊંચો કરો."

અન્ય એક યૂઝરે ટ્વિટર પર લખ્યું છે કે, "નહીં, નહીં, નહીં." વધુ એક યૂઝરે લખ્યું છે કે, "આ વ્યક્તિ ગજબ છે. તેણે ઝૂલતાં ઝૂલતાં ઝાડને પકડી રાખ્યું છે એટલું જ નહીં તેના હાથમાં રહેલું કટર પણ નીચે પડવા દીધું ન હતું."

અમુક લોકોએ એવો પણ સવાલ કર્યો છે કે વૃક્ષને જમીન પરથી શા માટે ન કાપવામાં આવ્યું? શા માટે આટલું જોખમ લેવું જોઈએ. જોકે, આ વ્યક્તિને ટ્વિટર પર જ અન્ય લોકોએ જવાબ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે વૃક્ષને જો થડમાંથી કાપવામાં આવ્યું હોત તો તે નજીકના મકાન અને વીજળીના તાર પર પડતું. તમે આ વીડિયો વિશે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં લખો.
Published by: Vinod Zankhaliya
First published: September 28, 2020, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading