રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ

News18 Gujarati
Updated: September 28, 2020, 8:48 AM IST
રસ્તા વચ્ચે આ છોકરાએ સાઇકલથી કર્યા ખતરનાક સ્ટન્ટ, Video જોઈ લોકો બોલ્યા- ગજબ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સ્ટન્ટના વીડિયોને અત્યાર સુધી 7.72 લાખ લાઇક્સ મળી ચૂકી છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ સ્ટન્ટના વીડિયોને અત્યાર સુધી 7.72 લાખ લાઇક્સ મળી ચૂકી છે

  • Share this:
નવી દિલ્હીઃ સાઇકલ (Bicycle) એક એવું વાહન છે, જેને લગભગ તમામ લોકોએ ચલાવી હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે આ સાઇકલની સાથે એટલા રચ્યા-પચ્યા રહે છે કે આ સાઇકલથી ખતરનાક સ્ટન્ટ (Dangerous Stunt) પણ કરતા હોય છે. સામાન્ય વ્યક્તિ આ સ્ટન્ટને કરવાનું વિચારી પણ ન શકે. આવા જ એક છોકરાનો સ્ટન્ટ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. આ છોકરો રસ્તા વચ્ચે પોતાની સાઇકલથી ખૂબ જ ખતરનાક સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો (Viral Video)ને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.

જે છોકરાનો સાઇકલ સાથેના સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તેનું નામ મોહિદ સૈફ શેખ છે. તે સાઇકલથી સ્ટન્ટ કરવામાં માહેર છે. શેખ પોતાની સાઇકલથી સ્ટન્ટ કરે છે અને તેનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર મૂકે છે. હાલમાં જ તેણે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. ત્યારબાદ તે વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ ગયો છે.
View this post on Instagram

Ride Everyday🔥😎👍 #reels #video #teamd17 #saifbmx #feature #imstagram #reelkofeelkaro #bmxindia #flatlandtrick


A post shared by 🖤MOHD SAIF SHAIKH🖤 (@saifbmx_official) on
આ પણ જુઓ, Viral Video: તરસ છીપાવવા ભેંસે હેન્ડપમ્પ ચલાવ્યો, હવે ન કહેતા અક્કલ મોટી કે...

આ વીડિયોમાં મોહિદ સૈફ શેખ રસ્તા પર પોતાની સાઇકલ સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર સાઇકલથી સ્ટન્ટ કેર છે. તે ખૂબ જ ખતરનાક સ્ટન્ટ છે. તેને કરવા માટે લોકોને ખૂબ જ પ્રેક્ટિસની જરૂર હોય છે. જોકે સોશિયલ મીડિયા પર સ્ટન્ટનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધી 7.72 લાખ લાઇક્સ (Likes) મળી ચૂકી છે. સાથોસાથ લોકો આ વીડિયો પર કોમેન્ટ (Comment) પણ કરી ચૂક્યા છે.

આ પણ જુઓ, સતત બીજા દિવસે સસ્તું થયું Diesel, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

શેખ દ્વારા દર્શાવવામાં આવી રહેલા સ્ટન્ટ ખૂબ જ ખતરનાક (Dangerous Stunt) અને જોખમી છે. તેને કરવા માટે અથાગ પ્રેક્ટિસ (Hard Practice)ની જરૂર પડે છે અને કોઈની ગાઇડલાઇન્સ (Under Guidance) લીધા વગર તેને કરવા જીવને જોખમ રૂપ પણ બની શકે છે.
Published by: Mrunal Bhojak
First published: September 28, 2020, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading