પરવેઝ, પીલીભીતઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પીલીભીત (Pilibhit)માં મિશન શક્તિ (Mission Shakti)ને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ની ઈચ્છાને આગળ ધપાવવા માટે પોલીસે એક જાગૃતિ માટેનો વીડિયો (Awareness Video) તૈયાર કર્યો છે. આ ફિલ્મમાં મહિલા તથા પુરુષ પોલીસકર્મીઓએ અગત્યની ભૂમિકા નિભાવી છે.
મૂળે, જિલ્લાના પોલીસ કેપ્ટન જય પ્રકાશ નારી શક્તિને લઈને કંઈક અલગ કરવા માંગતા હતા. તેઓએ ક્ષેત્રાધિકારી બીસલપુર લલ્લન સિંહને એક કામ સોંપ્યું. લલ્લન સિંહે પોતાની ટીમમાં બીસલપુર પોલીસ સ્ટેશનના પ્રભારી સુનીલ શર્મા અને ઇન્સ્પેક્ટર રેનૂ પાલને આ કામમાં મદદ લીધી. આ લોકોએ મળીને નવી ભરતીની મહિલા પોલીસકર્મીઓને રોલ કરવા માટે તૈયાર કરી. તેમાં તેમની સાથે દીપક નામના પોલીસકર્મી પણ ભૂમિકા નિભાવી. સમગ્ર ફિલ્મની સ્ક્રિપ્ટ ક્ષેત્રાધિકારી લલ્લન સિંહ અને બીસલપુર પોલીસ સ્ટેશનના પ્રભારી સુનીલ શર્માએ મળીને તૈયાર કરી.
આ ફિલ્મમાં પોલીસ વિભાગમાં નવી ભરતી થયેલી પ્રીતિ અને કૃષ્ણાએ સ્ટુડન્ટ્સની ભૂમિકા નિભાવી. બીજી તરફ સિપાહી દીપકે એક મજનૂની ભૂમિકા નિભાવી. રસપ્રદ વાત એ છે કે ત્રણેય 2019 બેચના સિપાહી છે અને આ ત્રણેયની પહેલી પોસ્ટિંગ છે.
પોલીસકર્મી પ્રીતિએ જણાવ્યું કે, તે સ્કૂલ સમયથી જ નાટકોમાં ભાગ લેતી હતી. તેની સાથી મહિલા પોલીસકર્મી કૃષ્ણા, બુલંદશહરની રહેવાસી છે, તે પણ સ્કૂલમાં નાટકોમાં અભિનય કરતી હતી. આ ઉપરાંત સિપાહી દીપક પણ કોલેજ સમયમાં એક્ટિંગ કરતો હતો. હવે સામાજિક જાગૃતતા માટે પોલીસ માટે ફિલ્મમાં કાર કરીને ત્રણેય ખૂબ જ ખુશ છે.આ પણ વાંચો, નવાજ શરીફની દીકરીનો ઈમરાન ખાન પર મોટો આરોપ- જેલના બાથરૂમમાં લગાવ્યા હતા હિડન કેમરા
જિલ્લાના એસપી જય પ્રકાશનું કહેવું છે કે આ પ્રકારના વીડિયોના માધ્યમથી તેઓ લોકોને નારી શક્તિ મિશન હેઠળ જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રકારની જાગૃતતા દરેક જિલ્લામાં કરવામાં આવશે, જેથી લોકોને ખાસ કરીને મહિલા અને યુવતીઓને જાગૃત કરી શકાય. આ 4 મિનિટના આ વીડિયોની ચર્ચા ઉત્તર પ્રદેશમાં થઈ રહી છે.