જાણો કેટલી કીડીઓ વસે છે પૃથ્વી પર, આંકડો જોઈને તમને પણ ચક્કર આવી જશે


Updated: September 25, 2022, 11:02 AM IST
જાણો કેટલી કીડીઓ વસે છે પૃથ્વી પર, આંકડો જોઈને તમને પણ ચક્કર આવી જશે
જૂના સંશોધનને આધારે વૈજ્ઞાનિકોએ કીડીઓની સંખ્યાનો લગાવ્યો અંદાજ

ANTS POPULATION ON EARTH: ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર જર્મનીના વુર્જબર્ગ સ્થિત જુલિયન મેક્સિમિલિયન યુનિવર્સિટીમાં સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં કીડીઓની વસ્તીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ કુદરતે પૃથ્વી પર અનેક પ્રકારના જીવો બનાવ્યા છે. કુદરત પણ જીવન-મરણ વચ્ચે સંતુલન સાધે છે. દરેક જીવ જન્મે છે અને પછી મૃત્યુ પામે છે અને આ રીતે તમામ જીવોની વસ્તી પણ સંતુલિત રહે છે. પરંતુ જેમ જેમ માનવ વસ્તી વધી રહી છે તેમ તેમ અન્ય જીવોનું જીવન પણ જોખમાઈ રહ્યું છે અને તેમની વસ્તી ઘટી રહી છે.

કીડીઓની વસ્તી અંગે ચોંકાવનારો ખુલાસો


આજના સમયમાં આ પૃથ્વી પર 7.8 અબજ એટલે કે 780 કરોડ માનવીઓ વસે છે. પરંતુ, અનેક જીવોની વસ્તી માનવી કરતા હજારો ગણી વધારે છે. તેમાં કીડીઓનો પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક સંશોધન કર્યું છે. જેમાં તેમણે કીડીઓની વસ્તી અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ ગજબ! વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા નવી જાતના છોડ, એક જ છોડમાં ઉગશે બટેટા-ટામેટા, મરચા-રીંગણ 

પૃથ્વી પર 20 ક્વોડ્રિલિયન કીડીઓ હોવાનો અંદાજ


ડેઈલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર જર્મનીના વુર્જબર્ગ સ્થિત જુલિયન મેક્સિમિલિયન યુનિવર્સિટીમાં સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં કીડીઓની વસ્તીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. વેબસાઈટ સાથે વાત કરતા આ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોની મુખ્ય સંશોધક સબીન નૂટેને કહ્યું કે, અમારા અનુમાન મુજબ, આ પૃથ્વી પર 20 ક્વોડ્રિલિયન કીડીઓ છે. આટલી બધી કીડીઓની ગણતરી કરવી અશક્ય છે.

પૃથ્વી પર કેટલી છે કીડીઓની સંખ્યા..?


હવે દરેકને સવાલ થશે કે આ સંખ્યા કેટલી છે અને આપણે તેને કેવી રીતે ગણીશું. 20 ક્વાડ્રિલિયન એટલે કે 20 હજાર ટ્રિલિયનથી વધુ. સંખ્યાને 20ની સાથે 15 શૂન્ય (20,000,000,000,000,000) તરીકે વાંચવી. આ સંખ્યા એટલી વધારે છે કે તેને વાંચવી કે ગણવી લગભગ અશક્ય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સજીવોના વિતરણ અને વિપુલતા વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી મનુષ્ય જાણી શકશે કે ઇકોસિસ્ટમમાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ White Bread: બ્રેડમાં રહેલી બ્રાઉન કોર્નર લોકોને પસંદ નથી, બનાવવામાં આવી આખી વ્હાઇટ બ્રેડ

જૂના સંશોધનના આધારે કરવામાં આવ્યો દાવો


વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે જંતુઓ, ખાસ કરીને કીડીઓ પર આ પ્રકારનું સંશોધન કરવામાં આવ્યું નથી કે તેમની વસ્તી કેટલી છે? લાંબા સમયથી કીડીઓ પર આ દુનિયા ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. ટીમ દ્વારા તેના સંશોધનમાં આપવામાં આવેલ ડેટા કીડીઓ પર અગાઉ કરવામાં આવેલા લગભગ 489 સંશોધન રિપોર્ટ પર આધારિત છે.
Published by: Sahil Vaniya
First published: September 25, 2022, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading