ભોપાલ: લગ્નના ત્રણ વર્ષ પછી પણ પતિ ગર્લફ્રેન્ડને ન ભૂલી શક્યો, પત્નીએ આ રીતે કરી મદદ!

News18 Gujarati
Updated: November 7, 2020, 2:42 PM IST
ભોપાલ: લગ્નના ત્રણ વર્ષ પછી પણ પતિ ગર્લફ્રેન્ડને ન ભૂલી શક્યો, પત્નીએ આ રીતે કરી મદદ!
પ્રતિકાત્મક તસવીર

મહિલાની વકીલે જણાવ્યું કે, લગ્નના ત્રણ વર્ષ પછી પણ પતિ તેની જૂની ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો ન હતો, આથી પત્નીએ તલાક આપી દીધા જેનાથી તે બીજા લગ્ન કરી શકે.

  • Share this:
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલ (Bhopal- Madhya Pradesh)ને એમ જ અજબ-ગજબ નથી કહેવામાં આવતું. અહીં અવાર નવાર અજીબોગરીબ કેસ સામે આવતા રહે છે. તાજેતરમાંજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ લગ્ન (Marriage)ના ત્રણ વર્ષ બાદ તેના પતિના તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથે લગ્ન કરાવવામાં મદદ કરી હતી! પતિ (Husband)નું તેના જૂના પ્રેમ સાથે મિલન કરાવવા માટે પત્નીએ તલાક આપતા પણ એક વખત વિચાર કર્યો ન હતો.

વકીલે જાણકારી આપી

મહિલાના વકીલે આ અંગે જણાવ્યું કે, મહિલાનો પતિ લગ્નના ત્રણ વર્ષ પછી પણ તેની જૂની ગર્લફ્રેન્ડને ભૂલી શક્યો ન હતો. આથી મહિલાએ તેના પતિને તલાક આપી દીધા હતા, જેનાથી તે પોતાની જૂની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શકે. વકીલે જણાવ્યું કે આ વ્યક્તિ પત્ની અને પ્રેમિકા બંને સાથે સંબંધ રાખવા માંગતો હતો, પરંતુ કાયદાની રીતે આવું શક્ય ન હતું. આથી મહિલાએ પરિપક્વતાનું ઉદાહરણ આપતા તેના પતિને તલાક આપી દીધી હતા, જેનાથી તે બીજા લગ્ન કરી શકે.

આ પણ વાંચો: એવા પ્રાણી, જે કોરના સામેની જંગમાં આપણી કરી શકે છે મદદ

ગત વર્ષે પણ આવ્યો હતો આવો કેસ

આ વાત સાંભળવી થોડી વિચિત્ર લાગશે પરંતુ મધ્ય પ્રદેશ માટે આ કિસ્સો નવો નથી. આ પહેલા ભોપાલમાં જ વર્ષ 2019માં આવો જ કેસ સામે આવ્યો હતો. અહીં સાત વર્ષના લગ્ન બાદ મહિલાએ તેના પતિને તલાક આપી દીધી હતા, જેનાથી તેણી તેની પ્રેમિકા સાથે શાંતિથી બીજા લગ્ન કરી શકે.
Published by: Vinod Zankhaliya
First published: November 7, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading