યુવક બે મહિનાથી કોમામાં હતો, 'ચિકન' નામ સાંભળતા જ ભાનમાં આવી ગયો!
News18 Gujarati Updated: November 12, 2020, 4:00 PM IST
પ્રતિકાત્મક તસવીર
તાઇવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, તાઇવાનમાં રહેતી ચિયૂને અકસ્માત નડ્યો હતો. અકસ્માતથી તેને ખૂબ ઈજા પહોંચી હતી. ચિયૂના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.
તાઇવાન: તમને ગમતી વાનગીને યાદ કરતા જ મોઢામાં પાણી આવી જતું હોય છે. ખાવા સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ કિસ્સો સાંભળ્યા બાદ તમામ લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. હકીકતમાં છેલ્લા બે મહિનાથી કોમામાં સરી પડેલો એક 18 વર્ષીય યુવક ચિકનનું નામ સાંભળતા જ અચાનક ભાનમાં આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 18 વર્ષીય ચિયૂને ચિકન ખૂબ પસંદ હતું. છેલ્લા 62 દિવસથી તે કોમામાં સરી પડ્યો હતો. આ દરમિયાન તેની સામે તેના ભાઈએ ચિકનનું નામ લીધું હતું. આ નામ સાંભળતા જ ચિયૂ ભાનમાં આવી ગયો હતો. આ સાંભળીને પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો અને સાથે સાથે તમામ સભ્યોને નવાઈ પણ લાગી હતી.
તાઇવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, તાઇવાનમાં રહેતી ચિયૂને અકસ્માત નડ્યો હતો. અકસ્માતથી તેને ખૂબ ઈજા પહોંચી હતી. ચિયૂના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનો જીવ તો બચી ગયો હતો પરંતુ તે કોમામાં ચાલ્યો ગયો હતો. આશરે 62 દિવસ સુધી ચિયૂ કોમામાં રહ્યો હતો. પરિવારના તમામ સભ્યો તે ભાનમાં આવે તે માટે પ્રાર્થના કરતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્કૂલો ખૂલશે: વાલીઓની લેખિત મંજૂરી અંગે શિક્ષણ મંત્રીની સ્પષ્ટતારિપોર્ટ પ્રમાણે ચિયૂના પરિવારના લોકો એ સમયે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે ચિયૂનો મોટો ભાઈ હૉસ્પિટલ પહોંચ્યો અને તેણે મજાક મજાકમાં કહ્યું કે ભાઈ હું તારું મનપસંદ ચિકન ખાવા જઈ રહ્યો છું. જે બાદમાં અહીંનો માહોલ બદલાઈ ગયો હતો. કોમામાં રહેવા છતાં તેના હૃદયના ધબકારા વધી ગયા હતા અને તે ભાનમાં આવી ગયો હતો. ચિયૂને હવે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં તંત્ર જાગ્યું, લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ બાદ જ પ્રવેશ
આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યા હતા. જે બાદમાં લોકો એક બીજાને પૂછવા લાગ્યા હતા કે એ કઈ રેસિપી છે જે જેનું નામ સાંભળતાની સાથે જ ચિયૂ કોમામાંથી બહાર આવી ગયો હતો?
Published by:
Vinod Zankhaliya
First published:
November 12, 2020, 4:00 PM IST