LIVE NOW

Gujarat Election 2022 live: વિરમગામ બેઠક પર હાર્દિક પટેલનો પાટીદાર અનામત સમિતિ કરશે વિરોધ

Gujarat Chunav 2022 Live Updates: મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે.

gujarati.news18.com | November 29, 2022, 1:20 PM IST
facebook Twitter Linkedin
Last Updated November 29, 2022
auto-refresh
10:45 am (IST)
Gujarat Election: ગુજરાત ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અને ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલે વલસાડમાં સભા ગજવી હતી. પરેશ રાવલે અનેક મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આંકરા પ્રહાર કર્યા હતા. તેમણે જિલ્લામાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. તેઓએ વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ પટેલના સમર્થનમાં વલસાડના ગુંદલાવમાં એક જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલને સાંભળવા વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જિલ્લામાં ચૂંટણી  પ્રચાર માટે આવેલા પરેશ રાવલને ઉમળકાભેર લોકોએ આવકાર્યા હતા. 


Load More
ગાંધીનગર: ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આખરી દિવસ છે. આજે 89 બેઠકો પર પાંચ કલાકે સભા, રેલી, રોડ શો થકી થતો પ્રચાર બંધ થશે. હવે મતદારો માત્રને માત્ર ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી શકશે. મંગળવાર અને બુધવાર ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓ માટે એકદમ મહત્વના છે. બે દિવસમાં મતદારોને રીઝવવાના અંતિમ પ્રયાસો કરાશે. નાણા સાથે ભેટસોગાદો આપવાનો પણ દોર શરૂ થશે. ખાટલા બેઠકો કરી મતદારોને તેમના તરફી મતદાન માટે મનાવવામાં આવશે.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
corona virus btn
corona virus btn
Loading